Nikamma Movie Review : શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની પોતાની ફિલ્મમાં અભિનય દેખાડવામાં નિષ્ફળ રહ્યા

Nikamma Movie Review : શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની પોતાની ફિલ્મમાં અભિનય દેખાડવામાં નિષ્ફળ રહ્યા
શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની પોતાની ફિલ્મમાં અભિનય દેખાડવામાં નિષ્ફળ રહ્યા
Image Credit source: instagram

શિલ્પા શેટ્ટીની ફિલ્મ નિક્કમા (Nikamma) તેના નામ મુજબ ખરાબ સાબિત થઈ છે, ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારોએ આ ફિલ્મમાં લોકોને નિરાશ કર્યા છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 18, 2022 | 11:22 AM

ફિલ્મ : નિકમ્મા

કલાકાર શિલ્પા શેટ્ટી, અભિમન્યુદસાની, શર્લી સેતિયા, અભિમન્યુ સિંહ અને સચિન ખેડેકર

લેખક વેણુ શ્રીરામ, સાબિર ખાન અને સનમજીત સિંહ તંવર

નિર્દેશક સાબિર ખાન

નિર્માતા સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ અને સાબિર ખાન

રિલીઝ 17 જૂન

રેટિંગ 2

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિલ્મ તેના નામ મુજબ સાબિત થઈ રહી છે, આ પહેલા શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) કોઈ પણ ફિલ્મ એટલી ખરાબ સાબિત થઈ નથી. એવું લાગી રહ્યું છે કે, નિર્માતાઓને પહેલાથી જ ખબર હશે કે, આ ફિલ્મનું રિઝલ્ટ શું આવશે, એટલા માટે ફિલ્મનું નામ  નિકમ્મા (Nikamma)રાખયું હતુ, આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાની ભૂમિકામાં છે, શર્લી સેતિયા પણ આ ફિલ્મમાં મહત્વનો ભાગ છે, આ ફિલ્મને સાબિર ખાને ડાયરેક્ટ કરી છે પરંતુ તમે વિચારી રહ્યા છો કે આ ફિલ્મ જોવી છે તો અમે તમને એક સલાહ આપીશું કે માથાના દુખાવાની ગોવી જરુર લો,

લેખકો ફિલ્મની વાર્તાને દોરવામાં નિષ્ફળ ગયા

ફિલ્મની પહેલી 20 મિનીટમાં માત્ર એ વાતે રજુ કરવામાં આવી છે કે, નિકમ્મા અભિમન્યુ જે ફિલ્મમાં આદિની ભુમિકામાં છે, તમે આ ફિલ્મ જોવા બેસો તો તમારે ફક્ત આ ફિલ્મ પુરી થાય તેની રાહ જોવી પડશે. અફસોસની વાત એ છેકે,બોરિગ લાઈફ આ ફિલ્મનો દુખી ભાગ છે,આ ફિલ્મની સ્ટોરી ખુબ નબળી છે, ફિલ્મની ફોક્સ માત્ર દિયર અને ભાભી છે આ સંબંધ પર આધારિત અમે કેટલીક સારી ફિલ્મ જેવી નદિયા કે પાર હમ સાથ-સાથ હૈ આપી ચૂક્યા છે, ફિલ્મમાં દેખાડવામાં આવ્યું કે, દિયરના જીવનનો કોઈ ઉદ્દેશય નથી. ભાભી પરિવહન વિભાગમાં ઓફિસર છે પરંતુ બંન્ને વરોધી છે. વચ્ચે વચ્ચે ફિલ્મની સ્ટોરી લવ સ્ટોરી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેમજ છતા ફિલ્મ સફળ થઈ શકતી નથી ,જ્યારે દિયરને તેમનો ધર્મ નિભાવવાનો હોય છે, તેને ભાભીની લક્ષ્મણ રેખા બનાવવાની ગો, સ્ટોરી ખરાબ નથી, આ તેલુગૂમાં સુપરહિટ રહી છે પરંતુ તેનું હિન્દી વર્ઝન એટલું ખરાબ છે કે તે સંપૂર્ણપણે પોકળ અને ખૂબ જ નકલી લાગે છે.

શિલ્પાની સાથે તમામ કલાકારોએ નિરાશ કર્યા

શિલ્પા શેટ્ટી આ પહેલા હંગામા 2માં નજર આવી ચૂક્યા છે પરંતુ આ ફિલ્મમાં પણ તેની એક્ટિંગ અને બે લોકોની ઉંમરનું અંતર પણ ફિક્સ નહોતું. આ ફિલ્મમાં દિયર-ભાભીનો સંબંધ કમાલ કરે છે પરંતુ આ એંગલને યોગ્ય રીતે ડેવલપ કર્યો હોય તો આ ફિલ્મ સારી સાબિત થાત, અભિમન્યુ દસાની એક હિરો તરીકે પોતાની જાત પર ભરોસો કરી શકતો નથી, તે માત્ર ભાગ્યશ્રીના પુત્ર હવાના કારણે આ ફિલ્મ લોકો જોઈ રહ્યા છે.

ફિલ્મ જોવી કે નહિ

આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ નબળી છે અને ફિલ્મના તમામ કલાકારો પણ ફિલ્મ પર કોઈ અસર છોડી શકતા નથી. શા માટે શર્લી સેટિયાએ આ ફિલ્મથી ડેબ્યૂ કરવાનું પસંદ કર્યું તે સમજની બહાર છે. અભિમન્યુ દાસાની પાસે અભિનય જેવું દેખાડવા માટે કંઈ બચ્યું નથી અને ફિલ્મના બાકીના કલાકારો માત્ર સમય પસાર કરતા જોવા મળે છે. આ ફિલ્મના ગીતો પણ ફિલ્મને કમજોર કરવામાં કોઈ કસર છોડતા નથી. આ ફિલ્મ તમને દરેક રીતે બોર કરશે અને બીજું કંઈ નહીં. આ ફિલ્મ જોવી એ તમારા પૈસા અને સમયનો વ્યય છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati