AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heropanti 2 Review : ટાઈગર શ્રોફની એક્શન અને નવાઝુદ્દીનની ‘લૈલા’ની સ્ટાઈલ ચાહકોના દિલ જીતવા તૈયાર

Tiger Shroff Heropanti 2 Moview Review : ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા 'હીરોપંતી 2' દ્વારા બીજી વખત સાથે કામ કરતા જોવા મળ્યા છે. બંનેની કેમેસ્ટ્રી ફરી એકવાર લોકોને પસંદ આવશે.

Heropanti 2 Review : ટાઈગર શ્રોફની એક્શન અને નવાઝુદ્દીનની 'લૈલા'ની સ્ટાઈલ ચાહકોના દિલ જીતવા તૈયાર
heropanti 2 movie review
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 3:34 PM
Share

કલાકાર – ટાઈગર શ્રોફ, તારા સુતારિયા, નવાઝુદ્દીન સિદ્દીકી અને અમૃતા સિંહ

દિગ્દર્શક – અહેમદ ખાન

રેટિંગ – 3.5 સ્ટાર્સ

બોલિવૂડના યંગ એક્શન સ્ટાર તરીકે ઓળખાતા ટાઈગર શ્રોફ (Tiger Shroff), જેણે ફિલ્મ ‘હીરોપંતી’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તે ઘણું લાંબું સફર કરી ચૂક્યો છે અને ‘હીરોપંતી 2’થી પોતાના એક્શન મોડમાં પાછો ફર્યો છે. કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ નિર્માતા બનેલા અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તે છે, જે કોઈ મસાલા ફિલ્મને સુપર હિટ બનાવવા માટે જરુરી છે. ફિલ્મમાં ટાઇગર સિવાય ખૂબ જ સુંદર તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) લીડ રોલમાં છે.

શું છે ફિલ્મ ‘હીરોપંતી 2’ની (Heropanti 2) વાર્તા?

ફિલ્મનો હીરો એટલે કે બબલુ રણૌત (ટાઈગર શ્રોફ) એક મહત્વાકાંક્ષી હેકર છે. જે પરિણામની પરવા કર્યા વિના લોકોને પોતાની જાળમાં ફસાવીને ઓનલાઈન છેતરવાનું ચાલુ રાખે છે. બબલુ ઈનાયા (તારા સુતારિયા)ના પ્રેમમાં પડે છે. જે બીજુ કોઈ નહી પણ આંતરરાષ્ટ્રીય ડિજિટલ છેતરપિંડી કરનારા લૈલા (નવાઝુદ્દીન)ની બહેન છે. લૈલા કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ એક ખૂબ જ ચાલાક ઠગ છે. જે પલ્સ નામની એક એપ બનાવે છે, જેનો ઉપયોગ કરીને તે સરળતાથી લોકોની બેંક વિગતો મેળવી શકે છે, પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે તે ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ છે. તે તેને એકલો ચલાવી શકતો નથી, તેને કરવા માટે તેણે અન્ય વ્યક્તિની મદદ લેવી પડશે.

હવે એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ બબલુ છે. સૌથી મોટી લૂંટમાં લૈલાને મદદ કરવા સંમત થયા પછી, બબલુ સમજે છે કે મફતમાં કંઈ મળતું નથી. હકીકતમાં બબલુએ નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચે લૈલા સાથે મળીને ચોરી કરવાની છે. જ્યારે દરેકના બેંક ખાતામાં પૈસા ભરેલા હોય છે. બબલુનો અંતરાત્મા ત્યારે જાગે છે જ્યારે તે આ છેતરપિંડીનો ભોગ બનેલી અમૃતા સિંહને મળે છે. જ્યારે લૈલાને આ વિશે ખબર પડે છે, ત્યારે તે તેની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ બબલુ દરેકને જેલમાં મોકલવાની પ્રતિજ્ઞા લે છે.

હવે તમારા મનમાં સવાલો ઉઠતા જ હશે કે, શું લૈલા બબલુને મારી નાખશે? શું બબલુ આ હેકિંગ સામ્રાજ્યને ખતમ કરી શકશે? શું બબલુ અને ઇનાયા ફરી મળી શકશે? શું તેના ભાઈનું સત્ય ઈનાયા સામે આવી શકશે? અને શું બબલુ લોકો પાસેથી ચોરેલા પૈસા પરત કરી શકશે? તો આ બધા રસપ્રદ પ્રશ્નોના જવાબ આપવા માટે તમારે એક્શન, ડ્રામા અને મનોરંજનના મસાલાઓથી ભરપૂર એક્શન થ્રિલર ‘હીરોપંતી 2’ જોવી પડશે.

રિવ્યૂ અને અભિનય

અભિનયની વાત કરીએ તો ફિલ્મની શાનદાર કાસ્ટે કોઈ કસર છોડી નથી. જેમાં હંમેશાની જેમ ટાઈગર પોતાના ડાન્સ અને એક્શનથી બધાને દિવાના બનાવતો જોવા મળે છે. જ્યારે દર વખતની જેમ નવાઝે પોતાના પાત્ર સાથે ન્યાય કરવામાં કોઈ કસર છોડી નથી. તારા પણ તેના પાત્રમાં સારું કામ કરી રહી છે. અમૃતા સિંહે પણ ફિલ્મમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે.

દિગ્દર્શન વિશે વાત કરીએ તો કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ નિર્માતા બનેલા અહેમદ ખાને ફિલ્મને એક્શનથી ડાન્સ કરવા માટે નેક્સ્ટ લેવલ પર લઈ ગઈ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અદભૂત છે, જેનું શૂટિંગ વિદેશમાં મોટા પાયે કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત પણ અદ્ભુત છે, જે એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે. તો આ વીકએન્ડમાં જો તમે ડાન્સ, ડ્રામા અને એક્શનથી ભરપૂર કંઈક જોવા માંગતા હોવ તો ટાઈગરની ‘હીરોપંતી 2’ યોગ્ય પસંદગી હશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Bollywood Vs South Movies : સાઉથમાં ચાલતો નથી હિન્દી ફિલ્મોનો જાદુ ! હવે અજય દેવગણે તોડ્યું મૌન

આ પણ વાંચો: પેટ કરાવે વેઠ…મોંઘવારી વચ્ચે પીસાઈ રહેલી ગરીબ જનતા પેટ ભરવા આ કામ કરવા મજબૂર!!! જુઓ વિડીયો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">