પેટ કરાવે વેઠ...મોંઘવારી વચ્ચે પીસાઈ રહેલી ગરીબ જનતા પેટ ભરવા આ કામ કરવા મજબૂર!!! જુઓ વિડીયો

પેટ કરાવે વેઠ…મોંઘવારી વચ્ચે પીસાઈ રહેલી ગરીબ જનતા પેટ ભરવા આ કામ કરવા મજબૂર!!! જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:12 AM

APMC માર્કેટના કચરાના ઢગલા અને વાહનોમાંથી શાકભાજી અને ફળ વીણતી મહિલાઓ અને બાળકો જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલામાંથી તેઓ ભોજન શોધી રહ્યા છે.

મોંઘવારી(Inflation)ના ચક્કરમાં ગરીબ જનતા (poor)એવી પીસાઈ રહી છે કે તેઓ પેટ ભરવા કંઈપણ કરી છૂટવા તૈયાર છે. ફળફળાદી અને શાકભાજી ખરીદી શકે તેવી તેમની હિંમત નથી પરંતુ જગતને વાસ્તવિકતાના દર્શન કરાવવાની હિંમત ચોક્કસ છે. ભરૂચમાં મોંઘવારીના કારણે ઉદભવેલી ગરીબીના જે દયનીય દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને તમારું હૈયું કંપી ઉઠશે. અહીં APMC માર્કેટના કચરાના ઢગલા અને વાહનોમાંથી શાકભાજી અને ફળ વીણતી મહિલાઓ અને બાળકો જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલામાંથી તેઓ ભોજન શોધી રહ્યા છે.કાળઝાળ ગરમીમાં જમીની હકીકતના દ્રશ્યો શરીરના પરસેવાને થીજાવી દે તેવા છે. પેટ કરાવે વેઠ.. આ કહેવતને સાચી ઠેરવતા આ દ્રશ્યો મોંઘવારી અને ગરીબીની વરવી વાસ્તવિકતાની ચાડી ખાય છે.

હાલ મોંઘવારીએ માઝા મૂકી છે. ઇંધણના ભાવ વધારા બાદ મોટાભાગની ચીજોની કિંમતમાં વધારો થયો છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે ગરીબોને કચરામાં પડેલું ભોજન ખાવાની મજબૂરી સર્જાઈ છે. એપીએમસી માર્કેટમાં કચરાના ઢગલા અને ડોર  ટૂ દોર ગાર્બેજ કલેક્શનના વાહનોમાં ફાંફાં મારતાં  બાળકો અને મહિલાઓ નજરે પડી હતી. જે ઢગલામાં પડેલા શાકભાજી અને ફળ વીણતાં નજરે પડયા હતા.

 

આ પણ વાંચો : ભરૂચ : કાંકરિયા ગામમાં ધર્માંતરણ કેસમાં 4 આરોપીની ધરપકડ, અગાઉ ઝડપાયેલા 8 આરોપીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

આ પણ વાંચો :  અંકલેશ્વર રૂરલ પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 29, 2022 10:03 AM
g clip-path="url(#clip0_868_265)">