Guthlee Ladoo Review: એકલવ્યને હક અપાવવા માટે લડશે કળિયુગના ગુરૂ દ્રોણાચાર્ય, કળિયુગનું સત્ય બતાવશે મુવી
Guthlee Ladoo Review : આ ફિલ્મ સાચો સવાલ ઉભો કરે છે કે આપણા સમાજમાં ક્યાં સુધી જાતિવાદ રહેશે અને જો નીચલી જાતિનો વ્યક્તિ અધિકારી બને તો ઉચ્ચ જાતિનો વ્યક્તિ તેની સાથે હાથ મિલાવશે ત્યારે તેને કોઈ વાંધો નથી. પરંતુ જો તે સફાઈ કામદાર હોય. તો પછી તેને સ્પર્શ કરવાથી પણ ઘણું દુઃખ થાય છે. આજના જમાનામાં બનેલી આ ફિલ્મ એ સવાલ ઉભો કરે છે કે ક્યાં સુધી આવી ફિલ્મો બનતી રહેશે અને જો આવી જ સ્થિતી રહી તો ક્યાં સુધી આવું બનતું રહેશે.
Guthlee Ladoo Review
એક્ટર : સંજય મિશ્રા, સુબ્રત દત્તા, કલ્યાણી મુલયે, કંચન પાગરે, ધન્યા સેઠ, હીત શર્મા, અર્ચના પટેલ, સંજય સોનુ, પ્રવીણ ચંદ્રા, સુનીતા શિરોલે, આરિફ શાહદોલી
ડાયરેક્ટર : ઈશરત ખાન
રિલીઝ : સિનેમાઘર
રેટિંગ : 3.5 સ્ટાર
નીચેની જાતિની વ્યક્તિ ઉચ્ચ જાતિની વ્યક્તિની સાયકલને સ્પર્શ કરે છે. તેને ઘણાં જૂઠાણાં સાંભળવા મળે છે. પછી સ્વચ્છતા રાખવાના બદલામાં ઉચ્ચ જાતિની મહિલા તેને 50 રૂપિયા આપે છે અને બળજબરીથી 20 રૂપિયા પાછા માંગે છે. ત્યારે જે જવાબ મળે છે તે વિચારવા જેવો છે કે નીચલી જાતીનો બતાવવામાં આવેલો માણસ કહે છે, “મેં જે પૈસાને સ્પર્શ કર્યો છે તે તમે કેવી રીતે રાખશો?” ઉચ્ચ જાતિની સ્ત્રી કહે છે, “તે લક્ષ્મી છે, આ છે લક્ષ્મી.” જો લક્ષ્મીના કમળ પર પણ કાદવ-કિચડ હોય તો પણ તે કમળ સ્વચ્છ જ હોય છે.
આ ફિલ્મ સાચો સવાલ ઉભો કરે છે કે આપણા સમાજમાં ક્યાં સુધી જાતિવાદ રહેશે અને જો નીચલી જાતિનો વ્યક્તિ અધિકારી બને તો ઉચ્ચ જાતિનો વ્યક્તિ તેની સાથે હાથ મિલાવશે ત્યારે તેને કોઈ વાંધો નથી. પરંતુ જો તે સફાઈ કામદાર હોય. તો પછી તેને સ્પર્શ કરવાથી પણ ઘણું દુઃખ થાય છે. આજના જમાનામાં બનેલી આ ફિલ્મ એ સવાલ ઉભો કરે છે કે ક્યાં સુધી આવી ફિલ્મો બનતી રહેશે અને જો આવી જ સ્થિતી રહી તો ક્યાં સુધી આવું બનતું રહેશે.
સ્ટોરી જાણો
આ એક નીચેની જાતિના ગુટલી અને લાડુ નામના બે બાળકોની વાર્તા છે. તેનો પરિવાર સફાઈ કામ કરે છે પરંતુ ગુટલી તો શાળાએ જવા માંગે છે. તે શાળાની બારીમાંથી ક્લાસમાં જોવે છે અને બધું શીખી લે છે. જે વર્ગમાં બેઠેલા બાળકો પણ ટીચરના સમજાવવા છતાં સમજી શકતા નથી.પરંતુ તે નીચલી જાતિનો હોવાથી તેને શાળામાં કોઈ આવવા દેતું નથી. શાળાના પ્રિન્સિપાલ સંજય મિશ્રા પહેલા તો તેને નાપસંદ કરે છે પણ પછી તેને એડમિશન મળે તેવું ઈચ્છે છે. ગુટલીના પિતા પણ પુત્રને ભણવા માટે પ્રયત્ન કરે છે પણ શું ગુટલીને પ્રવેશ મળશે કે નહીં તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે છે?
એક્ટિંગ
સંજય મિશ્રા એક અદ્ભુત બોલિવૂડ એક્ટર છે. તે દરેક પાત્રને જીવંત બનાવે છે. તે તેની કરિયરના એવા તબક્કે છે કે કદાચ તેના અભિનયનો રિવ્યૂ પણ કરી શકાતો નથી. તેના અભિનયને આંકડામાં માપી શકાતો નથી અને અહીં પણ તે એવું કામ કરે છે કે તમને શાળાના મુખ્ય શિક્ષક જેવા જ લાગે છે. નાના બાળક ધનય સેઠે ગુટલીના રોલમાં શાનદાર એક્ટિંગ કરી છે. સંજય મિશ્રા જેવા અભિનેતાની સામે તેણે શાનદાર એક્ટિંગ કરી તે મોટી વાત છે. હિત શર્માએ પણ લાડુના રોલમાં સારી ભૂમિકા ભજવી છે. બાકીના કલાકારોએ પણ સારું કામ કર્યું છે.
એકંદરે આવી ફિલ્મો આશ્ચર્ય પમાડે તેવી ફિલ્મો નથી. કોઈ ગ્લેમર નથી…કોઈ ચમક-દમક નથી પણ આવી ફિલ્મો શા માટે બનાવવી પડે છે. આ પ્રશ્ન પણ ઉભો થાય છે. આપણે ઘણીવાર સારા કન્ટેન્ટની વાત કરીએ છીએ પણ જેનું કન્ટેન્ટ પણ સારું હોય એવી ફિલ્મોની વાત નથી કરી શકતા. આ ફિલ્મ ભલે બોક્સઓફિસ પર કરોડોની કમાણી ન કરી શકે પરંતુ તે દિલમાં ચોક્કસ ઊંડી ઉતરશે. તેથી જો તમે આવા સિનેમા જોવાના શોખીન હોવ તો આવી સમાજને લગતી મુવી જરૂર જુઓ.