Dhak Dhak Movie Review: રોડ ટ્રીપ પર નીકળેલી ચાર મહિલાઓની વાર્તા છે ધક ધક, અહીંયા હારી ગઈ રત્ના પાઠકની ફિલ્મ
નિર્માતા તરીકે એક્ટ્રેસ તાપસી પન્નુની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેણે 'બ્લર' પણ પ્રોડ્યુસ કરી હતી. કલાકારોના અભિનયની વાત કરીએ તો રત્ના પાઠક શાહે હંમેશની જેમ 'ધક-ધક'માં તેની ભૂમિકા શાનદાર રીતે અદા કરી છે. તે પહેલેથી જ આ ફિલ્મની જાન રહ્યા છે. દિયા મિર્ઝા, ફાતિમા અને સંજના સાંઘીએ પણ એક્ટિંગમા પોતાનો જીવ રેડ્યો છે.

ફિલ્મ- ધક ધક
દિગ્દર્શક- તરુણ ડુડેજા
નિર્માતા- તાપસી પન્નુ, આયુષ મહેશ્વરી, પ્રાંજલ ખંઢડિયા
સ્ટારકાસ્ટ- રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ, સંજના સાંઘી
રેટિંગ- 3 સ્ટાર
Dhak Dhak Movie Review : મહિલાઓને લગતા વિવિધ વિષયો પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બને છે. ગુજરાતી ફિલ્મો પણ બની છે. જે તેમના અધિકારોથી લઈને તેમની સ્વતંત્રતા સુધીના ઘણા વિષયોને આગળ લાવે છે. હમણાં જ થોડા દિવસો પહેલા શિલ્પા શેટ્ટીની સુખી મુવી આવી હતી.
આવી જ એક ફિલ્મ ‘ધક-ધક’ 13 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તરુણ ડુડેજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ અને સંજના સાંઘી એક્ટ્રેસ તરીકે જોવા મળશે. નિર્માતા તાપસી પન્નુની આ ફિલ્મ ચાર છોકરીઓની રોડ ટ્રીપ પર આધારિત છે.
ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરી મોટાભાગે આ ચાર મહિલાઓની આસપાસ જ ફરે છે. મનપ્રીત કૌર (રત્ના પાઠક શાહ) તેના પતિના અવસાન અને તેના બાળકોના લગ્ન પછી એકલા રહીને જીંદગી જીવે છે. એક ટ્રાવેલ બ્લોગર (ફાતિમા સના શેખ) જેની અંગત જીંદગીમાં ઉથલપાથલ થઈ ગયેલી છે. તે પોતાની એક નવી ઓળખ બનાવવા ઈચ્છે છે. ઉઝમા (દિયા મિર્ઝા), જે બાઈકના નટ અને બોલ્ટથી લઈને તેની પંચર સુધી બધું ઠીક કરે છે. તે ઘરની સંભાળ પણ સારી રીતે લે છે.
View this post on Instagram
(Credit Source : rebecca rodrigues)
તે પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માંગે છે. મંજરી (સંજના સાંઘી) જે અરેન્જ્ડ મેરેજ કરવા જઈ રહી છે. પરંતુ તે અંદરથી ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. અલગ-અલગ ઉંમર ધરાવતી અને જુદા જ સંજોગો રહેતી આ ચારેય મહિલાઓ રોડ ટ્રીપ પર જવાનું નક્કી કરે છે અને દિલ્હીથી ખારદુંગલા સુધીની મુસાફરી શરૂ થાય છે. રોડ ટ્રીપ દરમિયાન તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે? અને આ ચારેય તેમનો સામનો કેવી રીતે કરે છે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
એક્ટિંગ
નિર્માતા તરીકે એક્ટ્રેસ તાપસી પન્નુની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેણે ‘બ્લર’ પણ પ્રોડ્યુસ કરી હતી. કલાકારોના અભિનયની વાત કરીએ તો રત્ના પાઠક શાહે હંમેશની જેમ ‘ધક-ધક’માં તેની ભૂમિકા શાનદાર રીતે અદા કરી છે. તે પહેલેથી જ આ ફિલ્મની જાન રહ્યા છે. દિયા મિર્ઝા, ફાતિમા અને સંજના સાંઘીએ પણ એક્ટિંગમા પોતાનો જીવ રેડ્યો છે.
‘ધક-ધક’નું ડાયરેક્શન
‘ધક-ધક’ના દિગ્દર્શક તરુણ ડુડેજાએ ફિલ્મના દરેક સીન પર એકદમ ઝીણવટપૂર્વક કામ કર્યું છે. આ ફિલ્મ પ્રેઝન્ટ કરતાં પાસ્ટની સ્ટોરી પર વધારે પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેની સૌથી મોટી નબળાઈ ફિલ્મની લંબાઈ છે. આ વધુ ઘટાડી શકાયું હોત. તે જ સમયે ફિલ્મના પ્રમોશન પર પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જો દર્શકોને તેનું નામ ખબર જ નથી તો તેઓ તેને જોવા કેવી રીતે જશે?
આ પણ વાંચો : Ramayana Movie: તારા સિંહ પછી ‘હનુમાન’ બનીને સની દેઓલ ધૂમ મચાવશે? રણબીર કપૂર સાથે ‘રામાયણ’માં કરશે રોલ?