Mother’s Day : કરીના, અનુષ્કા સહિત આટલી અભિનેત્રીઓ કોરોના કાળમાં બની માતા

Mother's Day : કોવિડની આ મહામારી દરમિયાન કેટલાક સેલેબ્સે ફેમિલી પ્લાનિંગ કર્યુ છે. કોરોનાના આ સમયમાં કેટલીક એક્ટ્રેસ માતા બની છે અને આ દુનિયામાં એક નવો જીવ લઇને આવી છે. તો આવો જોઇએ કે મહામારી દરમિયાન કઇ કઇ હિરોઇન માતા બની.

Mother's Day : કરીના, અનુષ્કા સહિત આટલી અભિનેત્રીઓ કોરોના કાળમાં બની માતા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 09, 2021 | 6:47 PM

કોરોના મહામારીના કારણે બધા લોકો ખૂબ જ હેરાન થઇ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે ક્યારે આ વાયરસથી છૂટકારો મળશે. ગત વર્ષે આ વાયરસની શરૂઆત થઇ હતી અને હજી સુધી કોરોનાનો કહેર યથાવત છે જેને કારણે બધા પોતોના ઘરમાં બંધ છે. કોવિડની આ મહામારી દરમિયાન કેટલાક સેલેબ્સે ફેમિલી પ્લાનિંગ કર્યુ છે. કોરોનાના આ સમયમાં કેટલીક એક્ટ્રેસ માતા બની છે અને આ દુનિયામાં એક નવો જીવ લઇને આવી છે. તો આવો જોઇએ કે મહામારી દરમિયાન કઇ કઇ હિરોઇન માતા બની.

1. કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. કોરોના મહામારી દરમિયાન જ તેમણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. જ્યારે કરીના પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ તે કામ કરી રહી હતી. હાલમાં તે બે બાળકો અને પરિવાર સાથે ટાઇમ સ્પેન્ટ કરી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2. અનુષ્કા શર્મા

અનિષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દિકરીને જન્મ આપ્યો હતો. વિરાટ અનુષ્કાએ પોતાની દિકરીનું નામ વામિકા રાખ્યુ હતુ. બંનેએ હજી સુધી પોતાની દિકરીનો કોઇ ફોટો જાહેર નથી કર્યો. તેમણે મીડિયાને પણ પ્રાઇવસી જાળવવા માટે રજૂઆત કરી હતી

3. અમૃતા રાવ

અમૃતા રાવ ગત વર્ષે નવેમ્બરમાં માતા બની હતી. અમૃતાએ પ્રેગ્નેન્સી દરમિયાન કહ્યુ હતુ કે જ્યારે દુનિયા આ મુશ્કેલ સમયમાં હેરાન છે ત્યારે તેની જીંદગીમાં નવી ખુશીઓ આવી છે.

4. અનીતા હસનંદાની

અનીતા હસનંદાની અને રોહિત રેડ્ડી કોરોના જેવી મહામારી દરમિયાન જ માતા પિતા બન્યા છે. બંને પોતાના બાળકની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે. અનીતાએ કહ્યુ હતુ કે આ જ સમય બેબી પ્લાન કરવા માટે યોગ્ય સમય છે.

5. અદિતી મલિક

અદિતી મલિક પણ આવા મહામારીના સમયમાં માતા બની છે. અદિતી અને મોહિત એક દિકરાના માતા-પિતા બન્યા છે. પ્રગ્નેન્સીના સમયમાં અદિતીએ બેબી બંપ સાથે ફોટોશૂટ કરાવ્યો હતો.

6. નતાશા

હાર્દિક પંડ્યા અને તેમની પત્નિ નતાશા ગત વર્ષે જુલાઇમાં માતા-પિતા બન્યા. તેમણે પોતાના દિકરાનું નાં અગત્સ્યા રાખ્યુ. પરિવારના બધા સદસ્યો અગત્સ્યા સાથે ફોટોઝ શેયર કરે છે.

7. એકતા કૌલ

ટીવી એક્ટ્રેસ એકતા કૌલ ગત વર્ષે જૂનમાં માતા બની હતી. એકતા અને સુમિત વ્યાસના દિકરાનું નામ વેદ રાખવામાં આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">