મલાઈકા અરોરા (Malaika Arora) તાજેતરમાં એક કાર અકસ્માતમાંથી (Car Accident) બચી ગઈ હતી. આ અકસ્માતમાં મોડલ અને અભિનેત્રીને ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે હોસ્પિટલમાં સમય વિતાવ્યો હતો, પરંતુ હવે તે ઘરે પરત ફરી છે અને તેણે ફરીથી કામ પણ શરૂ કરી દીધું છે. જો કે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, મલાઈકાએ સ્વીકાર્યું હતું કે તે શારીરિક રીતે સ્વસ્થ થઈ રહી હોવા છતાં, માનસિક રીતે ‘તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ નથી’ (Mental Health). મલાઈકાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે આ ઘટનાએ તેને આંચકો આપ્યો છે.
View this post on Instagram
આ ઘટના ગત તા. 2 એપ્રિલે મહારાષ્ટ્રના ખોપોલીમાં બની હતી જ્યારે મલાઈકાની રેન્જ રોવર કાર પુણેથી મુંબઈ પરત ફરી રહી હતી. ત્યારે 3 વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી. તેને ઈજાઓ પણ થઈ હતી જે બાદ મલાઈકાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
View this post on Instagram
આ ઘટનાની અસરને યાદ કરતાં મલાઈકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે, આ એવી વસ્તુ નથી જે હું યાદ રાખવા માંગતી નથી, કે હું ભૂલી શકું એવું કંઈ નથી. શારીરિક રીતે, હું સ્વસ્થ થઈ રહી છું, પરંતુ માનસિક રીતે, મને લાગે છે કે તે સંપૂર્ણપણે દૂર થતું નથી. કેટલીકવાર, જો હું કોઈ મૂવી જોતી હોઉં કે જેમાં અકસ્માત દર્શાવવામાં આવ્યો હોય અથવા લોહી દેખાતું હોય, તો મને એવી ફ્લૅશ આવે છે જે મારી કરોડરજ્જુને કચડી નાખે છે. મારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને આખરે હું તેમાંથી પસાર થઈ શકીશ.”
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે આ ઘટના પછી તરત જ એક સમય એવો આવ્યો જ્યારે તેને ખાતરી ન હતી કે તે જીવિત છે કે મૃત્યુ થયું છે. તેણીએ આગળ કહ્યું, “હું આઘાતમાં હતી. અથડામણ પછી, મારું માથું દુ:ખતું હતું અને હું માત્ર એ જ જાણવા માંગતી હતી કે હું જીવિત છું કે નહીં. શું થઈ રહ્યું છે તે સમજવા માટે કંઈ જ ન હતું. ઘણું લોહી હતું, ખૂબ હંગામો હતો. મને જોરદાર આંચકો લાગ્યો હતો અને હું હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં તો બાકીનું બધું જ અસ્પષ્ટ હતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં, મલાઈકા 2 અઠવાડિયા માટે સંપૂર્ણ બેડ રેસ્ટ લઈને, સેટ પરથી એક તસવીર શેર કરીને કામ પર પાછી ફરી છે. જો કે, અભિનેત્રીએ સ્વીકાર્યું કે તે ‘શૂટીંગના પહેલા દિવસે થાકી ગઈ હતી.’
View this post on Instagram
તેણે તસ્વીર શેર કરીને આગળ લખ્યું કે, “છેલ્લા કેટલાક દિવસો અને જે ઘટનાઓ સામે આવી છે તે તદ્દન અવિશ્વસનીય છે. તેના વિશે લાગે છે કે કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે અને વાસ્તવમાં બન્યું એવું નથી. સદનસીબે, દુર્ઘટના પછી તરત જ, હું ઘણા ગાર્ડિયન એન્જલ્સની સંભાળથી સલામતી અનુભવું છું, પછી તે મારો સ્ટાફ હોય, મને હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરનારા લોકો, આ અગ્નિપરીક્ષા દરમિયાન મારી સાથે રહેનાર મારો પરિવાર અને હોસ્પિટલનો ઉત્તમ સ્ટાફ છે, જેનો હું આભાર માનુ છું.”
આ પણ વાંચો – સારા અલી ખાન પાપારાઝીની ગેરવર્તણુંકનો બની શિકાર, નેટિઝન્સ આવ્યા સપોર્ટમાં
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો