AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora Health Update: અકસ્માત બાદ હવે કેવી છે મલાઈકાની હેલ્થ? બહેન અમૃતાએ જણાવી સ્થિતિ

Malaika Arora Health Update: મલાઈકા અરોરાના (Malaika Arora) કાર અકસ્માત અને અભિનેત્રીને ઈજા થવાના સમાચાર પછી ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. મલાઈકા અરોરાની હેલ્થ અપડેટ આપતાં તેની બહેન અમૃતાએ (Amrita) કહ્યું કે, હવે તેની પહેલા કરતા હેલ્થ સારી છે.

Malaika Arora Health Update: અકસ્માત બાદ હવે કેવી છે મલાઈકાની હેલ્થ? બહેન અમૃતાએ જણાવી સ્થિતિ
malaika accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 11:10 AM
Share

શનિવાર 2 એપ્રિલ મલાઈકા અરોરા (Malaika Arora) માટે ખૂબ જ ખરાબ દિવસ હતો. પુણેમાં એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપવા જઈ રહેલી મલાઈકાની કારને ખોપોલી એક્સપ્રેસ વે (Khopoli Expressway) પર અકસ્માત (Accident) નડ્યો હતો. આ અકસ્માત ત્રણ વાહનોની વચ્ચે થયો હતો. જેમાં અભિનેત્રીની કાર પણ હતી. આ દુર્ઘટનામાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં (Apollo Hospital) લઈ જવામાં આવી હતી. હાલમાં જ મલાઈકાની બહેન અમૃતાએ આ અકસ્માત બાદ મલાઈકાની હેલ્થ અપડેટ આપી છે.

ડર જેવું નથી, હવે પહેલા કરતાં ઠીક છે મલાઈકા

મીડિયા સાથે વાત કરતાં અમૃતાએ કહ્યું, ‘મલાઈકા હવે સ્વસ્થ થઈ રહી છે. તે થોડા સમય માટે ઓબ્ઝર્વેશનમાં રહેશે’. અગાઉ એપોલો હોસ્પિટલ્સે મલાઈકા હેલ્થ અપડેટ જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મલાઈકાને કપાળ પર નાની ઈજાઓ છે. સીટી સ્કેનમાં બધુ બરાબર છે. હાલ તેઓ ઠીક છે.

અકસ્માત બાદ પોલીસે શું કહ્યું

અકસ્માત સમયે મલાઈકા તેના રેન્જ રોવર ગાડીમાં હતી. તેમની કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ અને અકસ્માત થયો. ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું હતું કે, અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે અને હવે અમે ખરેખર શું થયું તે સમજવા માટે માલિકોનો સંપર્ક કરીશું.

મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો કરી રહી છે જજ

મલાઈકા અરોરાના અંગત જીવનની વાત કરીએ તો આ દિવસોમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ તે અર્જુનને ડેટ કરી રહી છે. બંને અવાર-નવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા રહે છે. ‘છૈયા છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’ જેવા ઘણા હિટ ગીતોમાં જોવા મળેલી મલાઈકા હાલમાં ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે.

આ પણ વાંચો: Hariharan Birthday Special: સિંગિંગ શો જીત્યા પછી હરિહરનને મળી ખ્યાતિ, મિત્ર સાથે મળીને પોતાનું બનાવ્યું બેન્ડ

આ પણ વાંચો: Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">