AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેશ બાબુના મોટા ભાઇ રમેશ બાબુનું નિધન, એક્ટર કોરોના પોઝિટીવ હોવાથી નહીં જઇ શકે અંતિમ સંસ્કારમાં

મહેશ બાબુ માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. તેમના મોટા ભાઈ અને અભિનેતા રમેશ બાબુનું અવસાન થયું છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે અભિનેતા તેના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકશે નહીં.

મહેશ બાબુના મોટા ભાઇ રમેશ બાબુનું નિધન, એક્ટર કોરોના પોઝિટીવ હોવાથી નહીં જઇ શકે અંતિમ સંસ્કારમાં
Mahesh Babu wrote an emotional post on the death of his brother Ramesh Babu
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:01 PM
Share

ટોલીવુડ એક્ટર-પ્રોડ્યુસર રમેશ બાબુનું (Ramesh Babu) 56 વર્ષની વયે નિધન થયું છે. મહેશ બાબુએ (Mahesh Babu) પોતાના મોટા ભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા (Social Media) પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. અભિનેતા કોરોના પોઝિટિવ છે અને આઈસોલેશનમાં છે, જેના કારણે તે તેના ભાઈના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકશે નહીં.

મહેશ બાબુએ પોતાના ભાઈને યાદ કરીને ટ્વિટર પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. પોતાના ભાઈની જૂની તસવીર શેર કરતા અભિનેતાએ કેપ્શન લખ્યું, “તમે મારી પ્રેરણા છો, તમે મારી તાકાત છો, તમે મારી હિંમત છો, તમે જ મારું સર્વસ્વ છો. તમે મારી સાથે ન હોત તો આજે હું અડધો પણ ન હોત. તમે મારા માટે જે કર્યું છે તેના માટે આભાર. હવે બસ આરામ કરો…. આરામ કરો… તમને હંમેશા અને હંમેશા પ્રેમ કરતો રહીશ.”

રમેશ બાબુનું હાર્ટ એટેકથી અવસાન થયું. આજે તેમના અંતિમ સંસ્કાર મહાપ્રસ્થાનમમાં કરવામાં આવશે. પરિવારના સભ્યો છેલ્લી ઘડીએ વિદાય આપવા માટે પદ્માલય સ્ટુડિયો પહોંચ્યા હતા. મહેશ બાબુ આઈસોલેશનમાં છે જેના કારણે તેઓ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકતા નથી. આ માહિતી મહેશ બાબુના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર આપી હતી.

પરિવારના અન્ય સભ્યો સુધીર બાબુ અને નરેશ સ્ટુડિયો પહોંચી ગયા છે. આ ઉપરાંત MAAના પ્રમુખ વિષ્ણુ મંચુએ પણ હાજરી આપી હતી. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સિવાય ચિરંજીવી, પવન કલ્યાણ, નીતિન, વરુણ તેજ, ​​રકુલપ્રીત સિંહ સહિત અન્ય સેલેબ્સે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

રમેશ બાબુએ 1974માં ફિલ્મ ‘અલ્લુરી સીતારામ રાજુ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1997 માં અભિનયમાંથી નિવૃત્તિ લીધી. તેણે પોતાના કરિયરમાં 15 ફિલ્મોમાં કામ કર્યું છે. રમેશે અભિનયમાંથી બ્રેક લીધા પછી ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. તેણે મહેશ બાબુની ફિલ્મ ‘અર્જુન’ અને ‘અતિથિ’ પણ પ્રોડ્યુસ કરી હતી.

આ પણ વાંચો –

શાહરુખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની જબલપુરથી ધરપકડ કરાઇ, મહારાષ્ટ્ર પોલીસને આપી હતી ધમકી

આ પણ વાંચો –

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આ પણ વાંચો –

લગ્નને એક મહિનો પૂરો થવા પર કેટરીના કૈફે શેર કરી સુંદર સેલ્ફી, વિકી કૌશલ માટે લખી દીધી આ વાત

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">