Praveen Kumar Sobti Passed Away : મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન
શો મહાભારતમાં ભીમનું પાત્ર ભજવીને સૌના દિલ જીતનાર પ્રવીણનું નિધન થયું.
Praveen Kumar Sobti Passed Away : બીઆર ચોપરાના લોકપ્રિય શો મહાભારત (Mahabharat)માં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રવીણ (Praveen Kumar Sobti )ના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે, પ્રણવીએ મહાભારત ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ તેના ભીમના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, પ્રવીણ પહેલા એથ્લીટ (Praveen Kumar Sobti) રહી ચૂક્યા છે. જો કે, રમતગમતમાં પોતાનું કરિયર બનાવ્યા પછી, તે ફિલ્મી દુનિયા તરફ આગળ વધ્યો અને પછી તેણે પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા. બીઆર ચોપરાએ મહાભારત ઓફર કરી તે પહેલા પ્રવીણે 30 ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેને સાચી સફળતા મહાભારત શોથી જ મળી.
પ્રવીણ અગાઉ એથલીટ રહી ચૂક્યો છે. તે 4 વખત એશિયન ગેમ્સ મેડલ વિજેતા રહી ચૂક્યો છે. તેણે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેણે બે વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેની શાનદાર રમત માટે તેને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
પ્રવીણની ફિલ્મો
પ્રવીણે અમિતાભ બચ્ચનની કલ્ટ ક્લાસિકલ ફિલ્મ શહેનશાહમાં મુખ્તાર સિંહનું પાત્ર ભજવ્યું હતું જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ. પ્રવીણે કરિશ્મા કુદરત કા, યુદ્ધ, જબરદ, ખુદગર્જ, લોહા, મોહબ્બત કે દુશ્મન, જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
રાજકારણમાં પ્રવેશ લીધો
પ્રવીણે પણ વર્ષ 2013માં રાજનીતિમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે આમ આદમી પાર્ટી વતી વજીરપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ અહીં હારી ગયા હતા. હાર બાદ પ્રવીણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
પ્રવીણની નારાજગી
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પ્રવીણે પંજાબ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ ખેલાડી એશિયન ગેમ્સ રમે છે અથવા મેડલ જીતીને આવે છે ત્યારે તેને પેન્શન મળે છે. પરંતુ તેમને આવું કંઈ મળ્યું ન હતું. પ્રવીણ પોતાની નારાજગીને કારણે ઘણી ચર્ચામાં રહ્યો હતો.