Uttar Pradesh Election: યુપીમાં પ્રથમ તબક્કા માટે પાર્ટીઓએ લગાવી તાકાત, આજે વડાપ્રધાન મોદી, સીએમ યોગી અને પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી(Uttar Pradesh Assembly Election)ના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે.
Uttar Pradesh Election: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી(Uttar Pradesh Assembly Election)ના પ્રથમ તબક્કાનો પ્રચાર (Election Campaign) આજે સમાપ્ત થશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi)થી લઈને સીએમ યોગી (Yogi Aadityanath) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે.
પ્રથમ તબક્કામાં રાજ્યના 11 જિલ્લાની કુલ 58 બેઠકો માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશના ચૂંટણી રાજ્યોમાં એક-એક જાહેરસભાને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.
સીએમ યોગીનો ચૂંટણી પ્રવાસ
પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પશ્ચિમ યુપી અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોની મુલાકાત લેશે. સીએમ યોગી બપોરે 1.35 થી 2.10 વાગ્યા સુધી મુરાદાબાદ વિધાનસભાના ઠાકુરદ્વારામાં જનસભા કરશે. આ પછી 2.30 થી 3.10 વાગ્યા સુધી નૌગાવન વિધાનસભાના અમરોહામાં જનસભા થશે. સાંજે 4 થી 4.35 સુધી – જેવર વિધાનસભા, ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર સભા કરશે.
પ્રિયંકા ગાંધી ડોર ટૂ ડોર પ્રચાર કરશે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે હસ્તિનાપુર, મથુરા અને ખૈરાગઢ વિધાનસભામાં ડોર ટૂ ડોર પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી સવારે 11 વાગ્યે હસ્તિનાપુરના મવાનામાં ડોર ટૂ ડોર પ્રચાર કરશે. બપોરે 13:30 વાગ્યે મથુરા વિશ્રામ ઘાટ પર યમુના પૂજા કરશે
બસપા પણ તાકાત બતાવશે
બસપાના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા જાહેર સભાને સંબોધશે.
મમતા બેનર્જી અને અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. TMC ચીફ મમતા બેનર્જી અને SP પ્રમુખ અખિલેશ યાદવ આજે સવારે 11.30 વાગ્યે SP ઓફિસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.
યુપીમાં આજે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પશ્ચિમ યુપીના 11 જિલ્લાઓમાં 10 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, પશ્ચિમ યુપીના 11 જિલ્લાઓની 58 વિધાનસભા બેઠકોના 2.27 કરોડ લોકો યુપીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે.11 જિલ્લાઓમાં કુલ 10766 મતદાન મથકો અને 25849 મતદાન સ્થળો બનાવવામાં આવ્યા છે.