‘મહાભારતના કૃષ્ણ’ નીતીશ ભારદ્વાજનો તેમની IAS ઓફિસર પત્નિ સાથે 12 વર્ષ જુનો સંબંધ તૂટ્યો
નીતીશે પોતે જ પોતાના અલગ થવાનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે સ્મિતા તેના માતા-પિતા સાથે ઈન્દોરમાં રહે છે. નીતીશે એ પણ ખુલાસો કર્યો કે તેમનો સંબંધ હમણાં જ નહીં પરંતુ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થયો હતો.
ટીવી શો ‘મહાભારત’માં (Mahabharat) શ્રી કૃષ્ણની (Shree Krishna) ભૂમિકા ભજવનાર એક્ટર નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી અલગ થઈ ગયા છે. અભિનેતા નીતિશ અને તેની પત્ની સ્મિતા વચ્ચે 12 વર્ષનો લાંબો સંબંધ તૂટી ગયો છે. નીતિશ ભારદ્વાજની પત્ની વ્યવસાયે IAS છે. નીતીશે પોતે જ પોતાના અલગ થવાનો ખુલાસો કર્યો છે.
તેણે જણાવ્યું કે સ્મિતા તેના માતા-પિતા સાથે ઈન્દોરમાં રહે છે. નીતીશે એ પણ ખુલાસો કર્યો કે તેમનો સંબંધ હમણાં જ નહીં પરંતુ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થયો હતો. તેણે કહ્યું કે છૂટાછેડાને કારણે તેઓ ખૂબ જ દુખી છે.
બોમ્બે ટાઈમ્સ અનુસાર, નીતિશ ભારદ્વાજે કહ્યું, ‘હા, વર્ષ 2019ના સપ્ટેમ્બર મહિનામાં મેં મુંબઈની ફેમિલી કોર્ટમાં જ છૂટાછેડા માટે અરજી કરી હતી. હું છૂટાછેડા પાછળના કારણમાં જવા માંગતો નથી. અમારા અલગ થવાનું કારણ શું હતું તે હું જણાવવા માંગતો નથી. હાલ મામલો કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે કેટલીકવાર છૂટાછેડા ખૂબ પીડાદાયક હોય છે. જાણે તમે મૃત જીવન જીવી રહ્યા છો.
નીતિશે આગળ કહ્યું- ‘મને લગ્નની સંસ્થામાં ખૂબ વિશ્વાસ છે. પરંતુ મારા કિસ્સામાં થોડું કમનસીબ હતું. લગ્ન તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે.જો તમે તમારા સાથીના દરેક પ્રકારના વલણ સાથે સમાધાન કરી શકતા નથી, તો તે મુશ્કેલ બની શકે છે. આ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, અહંકારનો ટકરાવ થાય છે, તમારા લોકોની વિચારવાની રીત અલગ-અલગ હોય છે, તો કોઈ પણ સંજોગોમાં મંતવ્યો અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં જો બંધન તૂટે તો બાળકો તેમાં સફર કરે છે. બાળકોમાં તેની ખૂબ જ ઊંડી અને ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં માત્ર અને માત્ર માતા-પિતા જ જવાબદાર છે.
તમને જણાવી દઈએ કે નીતીશ અને સ્મિતાને 2 દીકરીઓ છે. બંને દીકરીઓ તેમની માતા અને દાદી સાથે ઈન્દોરમાં રહે છે. અભિનેતા દીકરીઓ સાથે વાત કરે છે કે નહીં તે અંગે નીતિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો –
Dhanush Aishwarya Divorce : જ્યારે ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો, સૌંદર્યાએ તેની બહેનને આ રીતે સપોર્ટ કર્યો
આ પણ વાંચો –