ગીતકાર મનોજ મુંતશિરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કર્યા વખાણ, કહ્યું- કોઈ આટલું નમ્ર કેવી રીતે હોઈ શકે ?

મનોજ મુંતશિર (Manoj Muntashir) બોલિવૂડના જાણીતા ગીતકારો પૈકી એક છે. તે લાંબા સમયથી બોલિવૂડમાં ગીતકાર તરીકે કામ કરી રહ્યા છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણા શાનદાર ગીતો લખ્યા છે.

ગીતકાર મનોજ મુંતશિરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કર્યા વખાણ, કહ્યું- કોઈ આટલું નમ્ર કેવી રીતે હોઈ શકે ?
Manoj Muntashir And President Ramnath Kovind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 8:35 PM

મનોજ મુંતશિર (Manoj Muntashir) બોલિવૂડના જાણીતા ગીતકારો પૈકી એક છે. તે લાંબા સમયથી બોલિવૂડમાં ગીતકાર તરીકે કામ કરી રહ્યા છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણા શાનદાર ગીતો લખ્યા છે. તેમના ગીતોમાં શબ્દોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ તેની સાથે જ તેની બીજી બાજુ પણ છે કે તે એક સારા સામાજિક મુદ્દા પર ખુલીને બોલે છે, તે તેનાથી ક્યારેય પીછેહઠ કરતા નથી. તેણે સોશિયલ પ્લેટફોર્મ (Social Media) પર ઘણી વખત પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં તેઓ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને તેમના વિશે ઘણી વાતો શેર કરી હતી.

મનોજ મુંતશિરે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

મનોજ મુંતશિરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાતની બે તસવીરો શેર કરી છે અને તેના કેપ્શનમાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વખાણ કરતા ઘણી વાતો લખી છે. તેમણે લખ્યું, ‘અવિસ્મરણીય! ગઈકાલે માનનીય રાષ્ટ્રપતિજીના આમંત્રણ પર તેમને મળ્યા. આ પછી આશ્ચર્ય થયું કે દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ આટલા નમ્ર કેવી રીતે હોઈ શકે? કલાકો સુધી વાતો ચાલતી હતી અને માનનીય રાષ્ટ્રપતિજીએ પોતાની ઘડિયાળ તરફ એક વખત પણ જોયું ન હતું. કવિતા અને શબ્દો પ્રત્યેનો આ તેમનો આદર છે.

‘રાધે શ્યામ’ માટે પણ ગીત લખવામાં આવ્યું છે

આ પહેલા પણ તે ઘણા માનનીય લોકોના વખાણમાં ઘણી વાતો કહી ચુક્યા છે. સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા ગીતકાર મનોજ મુંતશિર ઘણીવાર ન્યૂઝ ચેનલો પરના ખાસ કાર્યક્રમમાં પણ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે ભારતની વાત આવે છે. તેણે તાજેતરમાં ઘણા સિંગલ ટ્રેક લખ્યા છે. ખાસ કરીને તે ગીતો જે જુબીન નૌટિયાલે ગાયા છે. તે T-Series સાથે મળીને સતત શ્રેષ્ઠ ગીતો પર કામ કરી રહ્યા છે.

તેમણે પ્રભાસની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ માટે એક પણ ગીત લખ્યું છે જે સંગીતકાર મિથુને કમ્પોઝ કર્યું છે. અગાઉ, તેણે જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ માટે ગીત પણ લખ્યું હતું જે રોચક કોહલી અને આર્કો દ્વારા રચવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં બીજા ઘણા ગીતો છે જે મનોજ મુંતશિર લઈને આવવાના છે.

આ પણ વાંચો : Javed Akhtar On Hijab: જાવેદ અખ્તરે કહ્યું- હું ક્યારેય હિજાબના પક્ષમાં રહ્યો નથી, પરંતુ…

આ પણ વાંચો : A Thursday Trailer Released : ટ્રેલરમાં જોવા મળ્યું યામી ગૌતમનું ‘પાગલપન’, સસ્પેન્સથી ભરપૂર છે આ થ્રિલર ડ્રામા

Latest News Updates