Mosque Case: પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરની વધી મુશ્કેલી, લાહોર કોર્ટે અરજી ફગાવી

|

Mar 03, 2022 | 4:25 PM

2020માં અભિનેત્રી કમર સહિત ઘણા લોકો પર લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાનો આરોપ હતો. સબા કમર અને બિલાલ સઈદે પોતાની ટીમ સાથે લાહોરની વઝીર ખાન મસ્જિદમાં એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો,

Mosque Case: પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરની વધી મુશ્કેલી, લાહોર કોર્ટે અરજી ફગાવી
Pakistani actress Saba Qamar (File Photo)

Follow us on

Mosque Case:  પાકિસ્તાની અભિનેત્રી સબા કમર (Saba Qamar)  માત્ર પોતાના કામ માટે જ નહીં, પરંતુ અન્ય ઘણા કારણોસર ચર્ચામાં રહે છે. સબા પર એક મસ્જિદમાં ડાન્સ કરવાનો આરોપ છે. જેની તાજેતરમાં લાહોરમાં (Lahore Court)  સુનાવણી થઈ હતી, પરંતુ અહીં નિર્ણય અભિનેત્રીની તરફેણમાં આવ્યો ન હતો. કોર્ટે આ મામલામાં વધુ સુનાવણી 16 માર્ચના રોજ હાથ ધરશે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ સબાની મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે આ કેસ માટે સબા બુરખો પહેરીને કોર્ટમાં આવી હતી.

ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમથી બોલિવુડમાં ડેબ્યુ

અભિનેત્રી સબા કમર પાકિસ્તાની ટીવી શો દ્વારા ભારતમાં ફેમસ થઈ હતી, જો કે બાદમાં ઈરફાન ખાનની (Irfan khan) ફિલ્મ હિન્દી મીડિયમ દ્વારા તેણે ભારતમાં પણ પોતાના કામથી ચાહકોના દિલ જીતી લીધા હતા. ઈરફાન ખાનને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

સબાહની અરજી ફગાવી

પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર બે વર્ષ પહેલા સબા કમર પર એવો આરોપ હતો કે તેણે લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરીને તેનું અપમાન કર્યું હતું. જેના માટે સબાએ તાજેતરમાં જ કોર્ટમાંથી નિર્દોષ છૂટવાની અરજી કરી હતી, પરંતુ લાહોર કોર્ટે તેની અરજીને ફગાવી દેતાં અભિનેત્રીની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે સબા તેના પરના આરોપોને સ્વીકારી રહી નથી, બીજી તરફ કોર્ટ તેની પાસે તેના ડાન્સ વીડિયોનું રેકોર્ડિંગ હોવાથી અભિનેત્રીની જામીન અરજી ફગાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જાણો શું છે મામલો ?

2020માં અભિનેત્રી કમર સહિત ઘણા લોકો પર લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાનો આરોપ હતો. સબા કમર અને બિલાલ સઈદે પોતાની ટીમ સાથે લાહોરની વઝીર ખાન મસ્જિદમાં એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો, બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદ મળતાં લાહોર પોલીસે સબા અને બિલાલ વિરુદ્ધ કલમ 295 હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલામાં પંજાબ સરકારે બે વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કર્યા છે.

 

આ પણ વાંચો : Jayeshbhai Jordar : નામ છે જયેશ ભાઈ અને કામ જોરદાર, જાણો રણવીર સિંહની ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે

Next Article