Bappi Lahiri Net Worth : કરોડોની સંપત્તિના માલિક હતા બપ્પી લહેરી, જાણો સિંગરની નેટવર્થ વિશે

બપ્પી લહેરીએ તેમની પ્રતિભા અને શાનદાર ગાયકીથી ઘણી કમાણી કરી હતી. આજે ભલે તે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમના ગીતો હંમેશા આપણી યાદમાં રહેશે.

Bappi Lahiri Net Worth : કરોડોની સંપત્તિના માલિક હતા બપ્પી લહેરી, જાણો સિંગરની નેટવર્થ વિશે
Bappi Lahiri Net Worth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:42 AM

Bappi Lahiri Net Worth : બપ્પી લહેરી (Bappi Lahiri)આજે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. લતા મંગેશકરની (Lata Mangeshkar)વિદાય બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને આજે ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, બપ્પીએ પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે.  જે આજે પણ ચાહકોના દિલમાં છે. તમને જણાવવુ રહ્યુ કે, બપ્પી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Industry) સૌથી વધુ કમાણી કરનારા ગાયકોમાંના એક હતા. આજે અમે તમને બપ્પીની નેટવર્થ વિશે જણાવીશુ અને સાથે જ તે એક ગીત માટે કેટલો ચાર્જ લેતા હતા તેનાથી પણ અવગત કરાવીશુ.

caknowledgeના રિપોર્ટ અનુસાર, બપ્પીની કુલ સંપત્તિ 22 કરોડ છે. તે ફિલ્મોમાં એક સોંગ માટે 8 થી 10 લાખ રૂપિયા લેતા હતા. બપ્પીનો માસિક પગાર 20 લાખથી વધુ અને વર્ષમાં તે 2 કરોડથી વધુ કમાતા હતા.

મુંબઈમાં લક્ઝરી હાઉસ

બપ્પી મુંબઈમાં એક લક્ઝરી હાઉસમાં રહેતા હતા. તેણે આ ઘર વર્ષ 2001માં ખરીદ્યું હતું. આ પ્રોપર્ટીની કિંમત અંદાજિત 3.5 કરોડ છે. આ સિવાય બપ્પીની દેશના ઘણા શહેરોમાં પ્રોપર્ટી પણ છે, જો કે તેમના વિશે વધુ જાણકારી મળી નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કાર કલેક્શન

caknowledgeના અહેવાલ મુજબ, બપ્પી પાસે લક્ઝરી વાહનોનું સારું કલેક્શન હતું. તેની પાસે 5 વાહનો છે જેમાં BMW, Audi જેવા મોંઘા વાહનો સામેલ છે. આ સિવાય તેની પાસે ટેસ્લા એક્સ કાર પણ હતી જેની કિંમત 55 લાખ છે.

આવક

બપ્પી માત્ર ગીતો ગાઈને જ કમાતા ન હતા. તે રિયાલિટી ટીવી શોને જજ કરીને, લાઈવ પરફોર્મન્સ આપીને, સંગીતનું કમ્પોઝ કરીને અને અભિનય કરીને પણ સુંદર કમાણી કરતા હતા

ગોલ્ડ સાથે હતો લગાવ

બપ્પી પાસે ઘણું સોનું હતું. તેને સોનાની જ્વેલરી પસંદ હતી અને તે ઘણાં ઘરેણાં પહેરતા હતા. ઘણી વખત લોકો તેને તેની સ્ટાઈલ વિશે પ્રશ્નો પૂછતા હતા, તો તે કહેતા હતા કે તેને સોનાના દાગીના પહેરવા ગમે છે. આટલું જ નહીં, ક્યારેક તે કોઈના કામથી પ્રભાવિત થાય તો તેને પોતાની જ્વેલરી પણ આપી દેતા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ફાઈલ કરવામાં આવેલ ચૂંટણી એફિડેવિટ મુજબ બપ્પી પાસે લગભગ 754 ગ્રામ સોનું હતુ.

આ પણ વાંચો: Bappi Lahiri : માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા બપ્પી, આ રીતે ‘ડિસ્કો કિંગ’ તરીકે મળી ઓળખ

g clip-path="url(#clip0_868_265)">