Bappi Lahiri : માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા બપ્પી, આ રીતે ‘ડિસ્કો કિંગ’ તરીકે મળી ઓળખ

ગાયક બપ્પી લહેરીનું આજે મુંબઈમાં નિધન થયું છે. ડિસ્કો કિંગ તરીકે ઓળખાતા બપ્પીના નિધનથી આજે સમગ્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ છે.

Bappi Lahiri : માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા બપ્પી, આ રીતે 'ડિસ્કો કિંગ' તરીકે મળી ઓળખ
Singer Bappi lahiri death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:52 AM

Bappi Lahiri Profile  : મશહુર સિંગર બપ્પી લહેરીનુ (Bappi Lahiri) આજે નિધન થયું છે. ત્યારે બપ્પીની અણધારી વિદાયથી મ્યુઝિક ઈન્ડ્સ્ટ્રીને(Music Industry)  મોટી ખોટ પડી છે. તમને જણાવી દઈએ કે, બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેઓ બપ્પી લહેરીના નામથી ઓળખાય છે.

માતા-પિતા દ્વારા જ સંગીતની તાલીમ મળી

બપ્પી લાહિરીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા અપરેશ લહેરી અને માતાનુ નામ બાંસુરી છે. માતા-પિતા બંને શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતમાં બંગાળી સંગીતકાર હતા. બપ્પી તેમનું એકમાત્ર સંતાન હતું. ગાયક કિશોર કુમાર(Singer Kishor Kumar)  પણ બપ્પી લહેરીના સંબધી હતા. તમને જણાવવુ રહ્યુ કે, બપ્પીને પણ નાનપણથી જ સંગીતમાં રસ હતો. તેણે 3 વર્ષની ઉંમરે જ તબલા વગાડવાની પ્રેકટિસ શરૂ કરી હતી. તેને તેના માતા-પિતા દ્વારા જ તાલીમ આપવામાં આવી હતી.

મ્યુઝિક કરિયરની શરૂઆત

બપ્પીને પહેલીવાર બંગાળી ફિલ્મ દાદુમાં અને બાદમાં હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ નન્હા શિકારીથી ગીત ગાવાની તક મળી. પરંતુ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં તેને જોખમી ફિલ્મથી ઓળખ મળી હતી, જેમાં તેણે માત્ર સોંગને કંપોઝ કર્યો નહોતા પરંતુ એક સોંગ પણ ગાયું હતું. આ ફિલ્મથી તેને પ્રસિદ્ધિ મળવા લાગી અને તેણે હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ છોડી. બપ્પી તે સમયે પોતાના શાનદાર કામથી યુવા મ્યુઝિક ડિરેક્ટર(Music Director)  બની ગયા હતા. તેને માત્ર થોડા જ સમયમાં સફળતા મળી ગઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બપ્પી આ રાજકીય પક્ષમાં જોડાયા

વર્ષ 2014માં 31 જાન્યુઆરીએ બપ્પી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેમણે 2014ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. તેમને સેરામપુરથી બેઠક મળી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. બપ્પી પોતાની હારથી ખૂબ જ નિરાશ હતા.

બપ્પીના હિટ ગીતો

બપ્પીએ ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર, તમ્મા-તમ્મા લોગે, યાદ આ રહા હૈ, ઓ લાલ દુપટ્ટા વાલી, એક તમ્મા જીને કી, તુને મારી એન્ટ્રી અને શરાબી જેવા અનેક હિટ ગીતો આપ્યા છે. બપ્પીની ગાયકીની ખાસ વાત એ છે કે તેઓ આજની પેઢી માટે પણ પરફેક્ટ ગીતો ગાતા હતા. છેલ્લે તેણે ટાઈગર શ્રોફની ફિલ્મ બાઘી- 2 માં બંકાસ સોંગ ગાયું હતું જે તેને ખૂબ જ પસંદ આવ્યુ હતુ.

આ પણ વાંચો : મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">