AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatron Ke Khiladi 11 : એરપોર્ટ પર Shweta Tiwari ને જોઇને ભાગ્યો ડોગી, જુઓ પછી કેવી રીતે કર્યું અભિનેત્રીનું સ્વાગત

ખતરો કે ખિલાડી 11 (Khatron Ke Khiladi 11) નું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું હતું અને હવે બધા સેલેબ્સ ત્યાંથી ભારત પાછા ફર્યા છે. એરપોર્ટ પર સેલેબ્સને સ્પોટ કરવામાં આવ્યા હતા.

Khatron Ke Khiladi 11 : એરપોર્ટ પર Shweta Tiwari ને જોઇને ભાગ્યો ડોગી, જુઓ પછી કેવી રીતે કર્યું અભિનેત્રીનું સ્વાગત
Shweta Tiwari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 2:17 PM
Share

ખતરોં કે ખિલાડી 11 (Khatron Ke Khiladi 11) નું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું હતું અને હવે બધા સેલેબ્સ(Celebs) ત્યાંથી ભારત પાછા ફર્યા છે. એરપોર્ટ પર સેલેબ્સને સ્પોટ કરવામાં આવ્યા હતા. જો કે, આ સમય દરમિયાન એક ડોગી અહીં આકર્ષણનું કેન્દ્ર હતું. આ એક એવું ડોગી છે કે જેવું કોઈ સેલેબ આવી રહ્યું હતું તો તે તેની સાથે રમવા લાગતો.

શ્વેતા તિવારી આવતાની સાથે જ તે તેની પાસે દોડી ગયો અને અભિનેત્રી સાથે રમવા લાગ્યો. શ્વેતાએ પણ તેને પ્રેમ કર્યો અને પછી તે ત્યાથી ચાલી ગયા. આ વીડિયો મીડિયા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ બધુ યોજનાબદ્ધ નહોતું. આ એરપોર્ટનો કૂતરો છે જેનું નામ રામપાલ છે.

અહીં જુઓ શ્વેતા તિવારીનો વીડિયો watch shweta tiwari video here

શ્વેતા ઉપરાંત ડોગીએ રાહુલ વૈદ્યનું પણ સ્વાગત કર્યું હતું. રાહુલ ડોગી સાથે રમે છે અને પછી તેમનો સામાન લઈને નીકળી જાય છે.

રાહુલ વૈદ્યનો વીડિયો watch rahul vaidya video here

તે જ સમયે, વરુણ સૂદનું સ્વાગત કરવા માટે ગર્લફ્રેન્ડ દિવ્યા અગ્રવાલ એરપોર્ટ પર આવી હતી. વરુણને જોઈને તેમણે તેને ગળે લગાવી લીધો. બંને લાબા સમય સુધી એકબીજાને ગળે લગાવી રહ્યા હતા. તે જ સમયે, દિવ્યાએ એક પેમ્પલેટ પાસે રાખ્યું હતું, જેમાં લખ્યું હતું કે, તમે મારા લોબસ્ટર છો. દિવ્યાએ આ દરમિયાન વરુણને કિસ પણ કરી હતી.

દિવ્યા અને વરુણનો કિસ વીડિયો watch divya and varun kiss video

ચાલો તમને જણાવી દઈએ કે કેપ ટાઉનમાં ખતરો કે ખિલાડી 11 નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેમાં, બધા સ્પર્ધકો કેપટાઉનમાં પહોંચ્યા હતા. ત્યાં બાયો બબલમાં શૂટિંગ થયું હતું. પરંતુ કોવિડને કારણે, શક્ય તેટલું જલ્દી શૂટિંગ પૂરું કર્યા પછી દરેક પાછા આવી ગયા છે.

જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે ફાઈનલનું શૂટિંગ કેપ ટાઉનમાં જ થયું છે કે પછી તે મુંબઈમાં થશે કારણ કે અગાઉ સમાચાર આવ્યા હતા કે ફિનાલેના થોડા દિવસો પહેલા જ મુંબઈમાં જ તેનું શૂટિંગ કરવામાં આવશે. હવે આનો ખુલાસો તો શોના નિર્માતા અથવા સ્પર્ધકો જ કરી શકે છે.

મોટા સેલેબ્સ જોડાયા હતા

ખતરોં કે ખિલાડી 11 ની આ સિઝનમાં ઘણા મોટા સેલેબ્સ જોડાયા હતા જેમાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, રાહુલ વૈદ્ય, અભિનવ શુક્લા, અનુષ્કા સેન, નિક્કી તંબોલી, સૌરભ રાજ જૈન, વિશાલ આદિત્ય સિંહ, વરૂણ સૂદ, આસ્થા ગિલ, સના મકબૂલ અને મહક ચહલ છે.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">