સમુદ્ર વચ્ચે પૂર્વ પીએમ સાથે રોમાન્સ કરતી જોવા મળી સિંગર, જુઓ ફોટો
હાલના દિવસમાં કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો અને સિંગર કેટી પેરીનો એક ફોટો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થયા બાદ ચાહકો પર ચોંકી ગયા છે

સોશિયલ મીડિયા પર કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો અને ફેમસ સિંગર કેટી પેરીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો બાદ બંન્નેના અફેરની ચર્ચાઓ શરુ થઈ છે.એક રિપોર્ટ મુજબ હાલમાં જસ્ટિન ટ્રુડો અને કેટી પેરી એક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળ્યા હતા. વાયરલ ફોટોમાં કેટી પેરી બ્લેક કલરની મોનોકની પહેરી ખુબ જ ગ્લેમર્સ લાગી રહી છે. જ્યારે જસ્ટિન ટ્રુડો શર્ટલેસ અવતારમાં ડેનિમ જીન્સ પહેરી જોવા મળ્યો હતો.
પૂર્વ PM પર આવ્યું સિંગરનું દિલ
એક ફોટોમાં કેટી પેરી જસ્ટિન ટ્રુડોને ગળે લગાવતી જોવા મળે છે, જ્યારે બીજા ફોટોમાં જસ્ટિન ટ્રુડોને સિગર ગાલ પરકિસ કરતી જોવા મળે છે. રિપોર્ટ મુજબ આ ફોટો સપ્ટેમબર મહિનાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, કેટી પેરી સાથે જોવા મળતો વ્યક્તિ જસ્ટિન ટ્રુડો છે કારણ કે, તેના હાથ પર બેનલા ટેટુથી સ્પષ્ટ થાય છે. કે, આ વ્યક્તિ જસ્ટિન ટ્રુડો જ છે.
CALIFORNIA GIRLS WE’RE UNFORGETTABLE ❤️ pic.twitter.com/lf46GFaBRL
— Katy Perry Daily Brasil (@katydailybrasil) October 11, 2025
અત્યારસુધી જસ્ટિન ટ્રુડો અને ન તો કેટી પેરી કોઈએ પોતાના સંબંધોને ઓફિશયલ જાહેર કર્યા નથી પરંતુ પહેલી વખત નથી કે, જ્યારે બંન્ને સાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ જુલાઈમાં બંન્ને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ સિવાય માઉન્ટ રોયલ પાર્કમાં પણ સાથે જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, કેટી પેરીએ વર્ષ 2010માં કોમેડિયન રેસલ બ્રાન્ડ સાથે લગ્ન કર્યા હતા. જે 2 વર્ષમાં જ લગ્ન તૂટ્યા હતા. ત્યારબાદ અભિનેતા ઓરલેન્ડો બ્લુમની સાથે રિલેશનશીપમાં આવી હતી. તેનો આ સંબંધ પણ લાંબો ચાલ્યો ન હતો અને બંન્નેનું બ્રેકઅપ થયું હતુ. તો જસ્ટિન ટ્રુડોએ 2005માં સોફી ગ્રોગોઈર સાથે લગ્ન કર્યા હતા. જે 2023માં છૂટાછેડા સાથે પૂર્ણ થયા હતા. આ લગ્નથી જસ્ટિન ટ્રુડોને 2 બાળકો પણ છે.
જસ્ટિન ટ્રુડો કેનેડાના 23મા વડાપ્રધાન રહી ચૂક્યો છે. જસ્ટિન પિયર જેમ્સ ટ્રુડોનો જન્મ 25 ડિસેમ્બર, 1971ના રોજ ઓટાવામાં માર્ગારેટ સિંકલેર અને પિયર ઇલિયટ ટ્રુડોને ત્યાં થયો હતો.
