AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો

ફિલ્મ નિર્માતા કરણ જોહર આ અઠવાડિયે ઇન્ડિયન આઇડલ 12 માં ખાસ મહેમાન તરીકે આવવા જઇ રહ્યા છે. જ્યાં સ્પર્ધકો તેમની ફિલ્મોના સુપરહિટ ગીતો પર પરફોર્મ કરશે.

Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો
Karan Johar become a fan of singer Arunita Kanjilal after her performance in Indian Idol 12
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:51 AM
Share

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) તેના છેલ્લા પડાવ પર છે. શોમાંથી કોઈ એક થોડા દિવસોમાં વિજેતા બનશે. હાલમાં ટોપ 6 સ્પર્ધકોની જાહેરાત કરવામાં આવી છે. દર અઠવાડિયે એક ખાસ મહેમાન શોમાં આવે છે, જે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) આ અઠવાડિયે શોમાં આવવા જઈ રહ્યા છે. આ સપ્તાહ કરણ જોહર (Karan Johar) માટે ખાસ રહેશે. જેમાં સ્પર્ધકો કરણની ફિલ્મોના ગીતો ગાશે. તેમજ આઈડલની સ્પર્ધક અરુણિતાને (Arunita Kanjilal) ખાસ તક મળવા જઇ રહી છે.

અરુણીતાના ફેન બન્યા કરણ જોહર

ઈન્ડિયન આઈડલ 12 પર કોઈપણ મહેમાન આવે તો તે અરુણિતાના (Arunita Kanjilal) અવાજના દીવાના બની જાય છે. આ અઠવાડિયે શોમાં ગેસ્ટ જજ તરીકે આવનાર કરણ જોહર પણ અરુણિતાના અવાજના ફેન બનવા જઈ રહ્યા છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કરણ જોહર તેના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં કરણ જોહન તેને ધર્મા ફેમિલીનો ભાગ બનવાનું કહી રહ્યો છે.

ધર્મા પરિવારનો ભાગ બનશે

અરુણિતા કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમનું ગીત મેરી સાંસો મેં તુ હૈ સમાયા પર સ્ટેજ પર પરફોર્મ કરશે. કરણ જોહર તેનું ગીત સાંભળીને ખુશ થશે. જે બાદ કરણ જોહર કહે છે કે આજે હું એક અન્ય સિંગરનો ફેન થઇ ગયો છું. તેનું નામ અરુણિતા છે. હું તને ધર્મા પરિવારમાં આવકારવા માંગુ છું. આ બાદ કરણ સ્ટેજ પર જઈને તેને ભેટ આપે છે.

ફિનાલે થશે ધમાકેદાર

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલ 12 નું સમાપન 15 ઓગસ્ટના રોજ થવાનું છે. આ દિવસે દેશને 12 મી સિઝનનો વિજેતા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે ખૂબ જ ખાસ બનશે. આ ફિનાલે 12 કલાક સુધી ચાલશે. ઇન્ડિયન આઇડલના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થવાનું છે. જેના વિશે સાંભળીને ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

આ પણ વાંચો: Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

આ પણ વાંચો: Yo Yo Honey Singh ની પત્નિએ લગાવ્યા તેના પર ગંભીર આરોપ, 10 કરોડના વળતરની પણ કરી માંગ

g clip-path="url(#clip0_868_265)">