Defamation Case : કંગના રનૌતની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેમ જજે કહ્યું – ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે?

બદનક્ષીના કેસની 14 સપ્ટેમ્બરની સુનાવણી માટે જાવેદ અખ્તર પત્ની શબાના આઝમી સાથે કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ કંગના રાણાવત આવી નહોતી કારણ કે તેની તબિયત ખરાબ છે. કંગનાના વકીલનું કહેવું છે કે અભિનેત્રીમાં કોવિડના લક્ષણો જોવા મળ્યા છે.

Defamation Case : કંગના રનૌતની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેમ જજે કહ્યું - ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે?
kangana ranaut did not come to the court so hearing adjourned to 20 september in Javed akhtar defamation case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 3:40 PM

જાવેદ અખ્તરે (Javed Akhtar) કંગના રનૌત (Kangana Ranaut) સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેની આજે (14 સપ્ટેમ્બરે) અંધેરી કોર્ટમાં સુનાવણી થવાની હતી. જાવેદ અખ્તર પત્ની શબાના આઝામી સાથે કોર્ટ પહોંચ્યા. પરંતુ કંગના રાણાવત કોર્ટમાં પહોંચી નહોતી. કંગનાના વકીલનું કહેવું છે કે અભિનેત્રીની તબિયત ખરાબ છે, તેથી જ તે કોર્ટમાં નથી આવી.

હવે સુનાવણી 20 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. પરંતુ ન્યાયાધીશે કહ્યું છે કે જો કંગના આગામી સુનાવણીમાં કોર્ટમાં નહીં આવે તો તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે.

કોર્ટમાં શું થયું?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કોર્ટમાં કહ્યું કે કંગના બીમાર છે તેથી તે કોર્ટમાં આવી શકે તેમ નથી. તેમનામાં કોવિડના લક્ષણો જોવા મળ્યા છે, તેથી તેમને આજના દિવસ માટે મુક્તિ આપવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે કંગનાએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી તે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન ઘણા લોકોને મળી છે.

કંગનાના વકીલે ત્યાં મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું છે અને એક અઠવાડિયાનો સમય પણ માંગ્યો છે.

જાવેદના વકીલે શું કહ્યું?

જાવેદ અખ્તરના વકીલનું કહેવું છે કે અનેક નોટિસ આપ્યા બાદ પણ કંગના આવી રહી નથી. સાથે જ ફરિયાદી જાવેદ અખ્તર સતત કોર્ટમાં આવી રહ્યા છે. વકીલનું કહેવું છે કે આ કેસમાં જાણીજોઈને વિલંબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ન્યાય વ્યવસ્થાનું સન્માન કરવામાં આવતું નથી.

જજે હવે સુનાવણી 20 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. જો કંગના નહીં આવે તો તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે.

હવે કંગનાને આગામી સુનાવણીમાં હાજર થવું પડશે અને જો તે કોર્ટમાં નહીં આવે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે. હવે જોવું રહ્યું કે કંગનાએ આ બાબતે શું ટિપ્પણી કરે છે.

કેસ કેમ નોંધવામાં આવ્યો?

તમને જણાવી દઈએ કે જાવેદે કંગના સામે આ કેસ દાખલ કર્યો હતો જ્યારે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રીએ કેટલાક ઈન્ટરવ્યુમાં જાવેદ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. આ પછી જાવેદે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. તેણે અભિનેત્રી પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. ત્યારથી આજ સુધી બંનેનો આ કેસ ચાલી રહ્યો છે.

બદનક્ષીની કાર્યવાહી રદ કરવા વિનંતી કરવામાં આવી હતી

થોડા દિવસો પહેલા કંગના રાણાવતે બદનક્ષીની કાર્યવાહી રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે અભિનેત્રીની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: KBC 13 માં બતાવવામાં આવ્યો ખોટો પ્રશ્ન અને જવાબ? દર્શકે કર્યો દાવો, શોના નિર્માતાએ આપી આ સલાહ

આ પણ વાંચો: માતા સીતાના રોલ માટે આટલા કરોડ માંગીને કરીના કપૂર થઈ હતી ટ્રોલ, હવે બેબોએ તોડ્યું મૌન

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">