માતા સીતાના રોલ માટે આટલા કરોડ માંગીને કરીના કપૂર થઈ હતી ટ્રોલ, હવે બેબોએ તોડ્યું મૌન

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે કરીના કપૂરે માતા સીતાના રોલ માટે 12 કરોડની માંગણી કરી છે. અને બાદમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. હવે આ બાબતે બેબોએ મૌન તોડ્યું છે.

માતા સીતાના રોલ માટે આટલા કરોડ માંગીને કરીના કપૂર થઈ હતી ટ્રોલ, હવે બેબોએ તોડ્યું મૌન
Kareena Kapoor replied on high fees demand for mata Sita role

કરીના કપૂર તાજેતરમાં ખુબ ટ્રોલ થઇ હતી. વાત જાણે એમ હતી કે કરીનાને માતા સીતાના રોલની ઓફર કરવામાં આવી હતી. ખરેખરમાં અહેવાલ એવા હતા કે ત્યાતે કરીનાએ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવવા માટે 12 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ કારણે કરીનાની ભારે મશ્કરી કરવામાં આવી હતી. જ્યારે નિર્માતાઓ આટલી મોટી ફી માટે વિચારમાં પડ્યા હતા, ત્યારે સીતા માની ભૂમિકા માટે કરીના કપૂરનું નામ સામે આવ્યા બાદ અમુક લોકોએ સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર મામલે કરીના કપૂરે હવે મૌન તોડ્યું છે.

ખાનગી સંસ્થાના એક અહેવાલ અનુસાર કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે જે જોઈતું હતું તે જ માંગ્યું. થોડા વર્ષો પહેલા સુધી, ફિલ્મમાં પુરુષ અને સ્ત્રી કલાકારો માટે સમાન ફી મેળવવાની કોઈ વાત ન હોતું કરતુ. પરંતુ હવે ઘણા લોકોએ તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલું જ સન્માન આપવું જોઈએ. તે ફી અથવા માંગનો પ્રશ્ન નથી, પરંતુ મહિલાઓના આદરનો મુદ્દો છે. હું માનું છું કે વસ્તુઓ બદલાવી જોઈએ.

કરીના સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી

ત્યારે સમાચાર આવ્યા હતા કે જ્યારે નિર્માતાઓએ ‘સીતા’ના રોલ માટે કરીના કપૂર ખાનનો સંપર્ક કર્યો ત્યારે તેણે 12 કરોડ રૂપિયાની ફીની માંગણી કરી હતી, જ્યારે કરીના અગાઉ તેની ફિલ્મો માટે 6 – 8 કરોડ લેતી હતી.

આ જ વાત સોશિયલ મીડિયા યુઝર્સના ગળાથી ઉતરી નહીં અને યુઝર્સે કરીનાને ખૂબ ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં, લોકોએ સમાચારોના સ્ક્રીનશોટ શેર કર્યા અને કરીનાના બહિષ્કારની માંગણી કરી અને હેશટેગ બોયકોટ કરિના કપૂર ખાન (#BoycottKareenaKhan) પણ ટ્વિટર પર ભારે ટ્રેન્ડમાં રહ્યું હતું. જોકે તે સમયે ફિલ્મના નિર્દેશક આલોકિક દેસાઈએ આ અહેવાલોને નકારી કા્યા હતા અને કહ્યું હતું કે સીતાની ભૂમિકા માટે કરીના કપૂરનો સંપર્ક પણ કરવામાં આવ્યો ન હતો. ફિલ્મ હજુ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. જ્યારે કાસ્ટ ફાઈનલ થશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે. પરંતુ હવે આવેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કરીનાએ આ મુદ્દે મૌન તોડ્યું છે.

 

આ પણ વાંચો: Birthday Special: ખુબ ફિલ્મી છે આયુષ્માન-તાહિરાની લવ સ્ટોરી, લગ્ન પછી 4 વર્ષ રહ્યા એકબીજાથી દૂર

આ પણ વાંચો: Big News: પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલાનું નામ બદલીને કરવામાં આવ્યું ‘ભવાઈ’, જાણો શું આપ્યું મેકર્સે કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati