AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિન બીબરે જમાવ્યો રંગ, 14 વર્ષ જૂનું સોંગ ગાતા જૂમી ઉઠ્યા અંબાણીના મહેમાનો, જુઓ-Video

પોપ સ્ટાર જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પોતાના અવાજથી એવો જાદુ સર્જ્યો કે મહેમાનોને દિવાના બનાવી દીધા. આ સ્ટાર સ્ટડેડ ઈવેન્ટમાં તેણે તેના ઘણા પ્રખ્યાત અને સુપરહિટ ગીતો ગાયા.

અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિન બીબરે જમાવ્યો રંગ, 14 વર્ષ જૂનું સોંગ ગાતા જૂમી ઉઠ્યા અંબાણીના મહેમાનો, જુઓ-Video
Justin Bieber at Anant Radhika sangeet
| Updated on: Jul 06, 2024 | 11:37 AM
Share

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતનો ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

જસ્ટિન સ્ટેજ પર આવતા છવાયો

પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને ડાન્સ કરી દીધા હતા.

14 વર્ષ જૂનું ગીત ગાઈ રંગ જમાવ્યો

ઈવેન્ટ દરમિયાન જસ્ટીન બીબરે 14 વર્ષ જૂનું તેનો સૌથી પોપ્યુલર થયેલુ સોંગ બેબી ગાયું હતુ. આ સોંગ શરુ થતા જ અંબાણી પરિવારના મહેમાનો જુમી ઉઠ્યા હતા.આ સિવાય, જસ્ટિને પણ ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોરસેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

જસ્ટિન દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત હતો

તમને જણાવી દઈએ કે, કેટલાક ખાનગી સમારંભો સિવાય, જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રેમસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી, જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી, તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો. આવી સ્થિતિમાં, બીબરના તે ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે, જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">