શું શ્રદ્ધા તેના કથીત બોયફ્રેન્ડ રોહન સાથે કરવા જઈ રહી છે લગ્ન? શક્તિ કપૂરનું આવ્યું રીએક્શન

વરુણે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના લગ્નને લઈને હિન્ટ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે શ્રદ્ધા અને રોહન લગ્ન કરવા જઈ રહ્યા છે.

  • Publish Date - 11:57 am, Thu, 28 January 21 Edited By: Bipin Prajapati
શું શ્રદ્ધા તેના કથીત બોયફ્રેન્ડ રોહન સાથે કરવા જઈ રહી છે લગ્ન? શક્તિ કપૂરનું આવ્યું રીએક્શન
શ્રદ્ધા શક્તિ કપૂર

તાજેતરમાં વરુણના લગ્ન જીવનનો પ્રારંભ થયો છે. ત્યારે વરુને શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના લગ્નને લઈને હિન્ટ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે શ્રદ્ધા અને રોહન લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ચર્ચા પર શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરનું રીએક્શન આવ્યું છે. તેમણે શ્રદ્ધા અને કથીથ બોયફ્રેન્ડ રોહનના લગ્ન બાબતે કહ્યું છે કે તેઓ બંને માત્ર મિત્રો છે. બંને વચ્ચે બીજું કંઈ નથી.

તાજેતરમાં જ રોહન શ્રેષ્ઠએ વરૂણ ધવન અને નતાશા દલાલને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ માટે તેણે એક પોસ્ટ શેર કરી. જેમાં વરુને કોમેન્ટ કરીને શ્રદ્ધા અને રોહનના સંબંધ વિશે હિન્ટ આપી હતી. વરુણે એવું પણ લખ્યું કે નેક્સ્ટ નંબર તારો છે.

Is Shraddha going to marry her boyfriend Rohan (1)

શ્રદ્ધા-રોહન

શક્તિ કપૂરે કહ્યું, ‘મને ખબર નથી કે ઇન્ટરનેટ પર કેમ આવી અફવાઓ ચાલી રહી છે. પણ હું મારી પુત્રી સાથે હમેશા ઉભો રહું છું અને ઉભો રહીશ. તે તેના જીવનમાં કોઈપણ નિર્ણય લઈ શકે છે. ભલે તે લગ્નની જ વાત કેમ ના હોય. માત્ર રોહન શ્રેષ્ઠ જ કેમ ? જો તે મારી પાસે આવીને કહે કે મારે આ માણસ સાથે લગ્ન કરવા છે. તો હું તેને રોકશે નહીં. મને તેના નિર્ણય પર વિશ્વાસ છે.”

શક્તિ કપૂરે આગળ કહ્યું કે, રોહન શ્રેષ્ટ ખૂબ જ સારો છોકરો છે. તે ઘરે આવતો જતો રહે છે. નાનપણથી જ બંને મિત્રો છે. શ્રદ્ધાએ મને કહ્યું નથી કે તે રોહન સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે. મારા માટે આ બંને ફક્ત બાળપણના મિત્રો છે. મને ખબર નથી કે આ બંને એકબીજા માટે ખૂબ ગંભીર છે કે કેમ.

 

આ પણ વાંચો: લાલ કિલ્લામાં કરેલ હિંસાની ઘટનામાં ઉપદ્રવી દીપ સિદ્ધુ પર ધરપકડની તલવાર, 7 કિસાન નેતાઓ સામે કેસ

Click on your DTH Provider to Add TV9 Gujarati