લાલ કિલ્લામાં કરેલ હિંસાની ઘટનામાં ઉપદ્રવી દીપ સિદ્ધુ પર ધરપકડની તલવાર, 7 કિસાન નેતાઓ સામે કેસ

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાના મામલામાં દીપ સિદ્ધુ અને લક્ખા સિંઘ સિધાનાની વિરોધમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.

  • Publish Date - 11:33 am, Thu, 28 January 21 Edited By: Bipin Prajapati
લાલ કિલ્લામાં કરેલ હિંસાની ઘટનામાં ઉપદ્રવી દીપ સિદ્ધુ પર ધરપકડની તલવાર, 7 કિસાન નેતાઓ સામે કેસ
દીપ સિદ્ધુ

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલામાં પોતાની પકડ બનાવી રહી છે. આ મામલામાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ અને લક્ખા સિંઘ સિધાનાની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે એફઆઈઆર નોંધી છે. જેમાં દીપ સિદ્ધુ અને ‘ગેંગસ્ટર’ લક્ખા સિધનાનું નામ પણ નોંધવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ખેડૂત નેતાઓ પણ દીપ સિદ્ધુ અને લખ્ખા પર ખેડૂતોને ભડકાવવા અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દીપ સિદ્ધુ પર લટકી રહી છે ધરપકડની તલવાર
અધિકારીઓનું કહેવું છે કે દિલ્હી પોલીસ અને ભારતીય દંડ સંહિતા, સાર્વજનિક સંપતિને નુકશાન, રોકથામ અને અન્ય કાનૂનની ધારાઓની અંદર ઉત્તરી જીલ્લાના કોતવાલી સ્ટેસનમાં રીપોર્ટ નોંધવામાં આવી છે. પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો, રેલીક્સ એક્ટ અને આર્મ્સ એક્ટની જોગવાઈ એફઆઈઆરમાં ઉમેરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે લાલ કિલ્લાના કાંડમાં દીપ સિદ્ધુ પણ સામેલ હતો. એફઆઈઆરના નામ પછી હવે તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે.

અત્યાર સુધી નોંધાયા 25 કેસ
પોલીસે અત્યાર સુધીમાં 93 લોકોની ધરપકડ કરી છે. દિલ્હીમાં થયેલી હિંસા બાદ પોલીસે 25 કેસ નોંધ્યા છે. અને ડઝનેક લોકોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. રાકેશ ટીકાઈટ, યોગેન્દ્ર યાદવ સહિત સાત ખેડૂત નેતાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ હિંસાને શરમજનક ગણાવી બે ખેડૂત સંગઠનોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત પણ કરી છે.

સાત ખેડૂત આગેવાનો સામે કેસ
યોગેન્દ્ર યાદવ સહિત સાત ખેડૂત નેતાઓ વિરુદ્ધ અલીપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા, મહામારી અધિનિયમ અને આપત્તિ અધિનિયમની જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદમાં યોગેન્દ્ર યાદવ, દર્શનપાલસિંઘ, જગજીતસિંહ, રાજેન્દ્રસિંહ, ગુમાનસિંહ ચડુની, બલબીર સિંહ અને સતનામ સિંહ પર આરોપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાઝીપુરની પોલીસે બકીયુ પ્રમુખ રાકેશ ટીકાઈત અને તેના સમર્થકો વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધી છે.

CCTVની તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર હિંસક ઘટનાઓમાં સંડોવાયેલા લોકોની શોધ માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવામાં આવી રહ્યા છે. કોટવાલી પોલીસે હિંસા, હુલ્લડ, લૂંટ, આર્મ્સ એક્ટ, સરકારી કર્મચારી ઉપર હુમલો અને લાલ કિલ્લા સંકુલમાં પ્રાચીન મહત્વની ઇમારતોને નુકસાન અંગેની કલમો લગાવી ફરિયાદ નોંધી છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ કેસને સ્પેશીયલ સેલને સોંપવાની તૈયારી પણ ચાલી રહી છે.

31 જાન્યુઆરી સુધી લાલ કિલ્લો બંધ
ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI)ના આદેશ અનુસાર લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે. જોકે આ આદેશમાં આ નિર્ણય પાછળના કોઈ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

હિંસા પછીની પરિસ્થિતિની તપાસ
પ્રજાસત્તાક દિનની ઉજવણીને કારણે લાલ કિલ્લો 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલ કિલ્લાને 27 જાન્યુઆરીએ મુલાકાતીઓ માટે ખોલવો જોઈએ. પરંતુ આ વખતે તે નથી થવાનું. 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સંકુલમાં હિંસા ફાટી નીકળ્યા બાદ એએસઆઈએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દરવાજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે શરૂઆતમાં, સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને એએસઆઈ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati