મની લોન્ડ્રિંગ કેસની પૂછપરછથી બચી રહી છે જેકલીન ફર્નાન્ડીઝ? EDની સામે ત્રીજી વખત પણ હાજર ના થઈ અભિનેત્રી

તમને જણાવી દઈએ કે શુક્રવારે જેકલીન ફર્નાન્ડીઝે અધિકારીઓને વિનંતી કરી હતી કે તે તેમની પૂછપરછને નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સ્થગિત કરી દે.

મની લોન્ડ્રિંગ કેસની પૂછપરછથી બચી રહી છે જેકલીન ફર્નાન્ડીઝ? EDની સામે ત્રીજી વખત પણ હાજર ના થઈ અભિનેત્રી
Jacqueline Fernandez

દિલ્હીની તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar)થી જોડાયેલી 200 કરોડના ખંડણી કેસમાં ત્રીજી વખત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ઈડી સમક્ષ હાજર નથી થઈ. સોમવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડીઝને આ મામલે એક પછી એક ઘણા સમન મોકલી પૂછપરછ માટે બોલાવી હતી પણ અભિનેત્રીએ આજે ફરીથી પૂછપરછમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો.

 

ત્યારે જેકલીન ફર્નાન્ડીઝનું આ પગલું એ પણ સવાલ ઉભા કરી રહ્યું છે કે આખરે કેમ અભિનેત્રી વારંવાર ઈડીની પૂછપરછથી બચી રહી છે? છેલ્લા 4 દિવસમાં જેકલીન ફર્નાન્ડીઝ શુક્રવાર, શનિવાર અને સોમવારે ઈડીની પૂછપરછ ટાળી ચૂકી છે. એક રિપોર્ટ મુજબ અભિનેત્રીએ ઈડીના તપાસ અધિકારીઓને નિવેદન આપ્યું છે કે તે થોડા ખાનગી કારણોના લીધે હાલમાં ઈડીની તપાસમાં સામેલ નથી થઈ શકતી.

 

જેકલીન ફર્નાન્ડીઝનું ઈડીને પૂછપરછ સ્થગિત કરવાનું નિવેદન

તમને જણાવી દઈએ કે શુક્રવારે જેકલીન ફર્નાન્ડીઝે અધિકારીઓને વિનંતી કરી હતી કે તે તેમની પૂછપરછને નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સ્થગિત કરી દે. અધિકારીઓને તાત્કાલિક અભિનેત્રીની પૂછપરછ કરવી છે. જેને લઈ તેમના નિવેદનનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને તેમને હાજર કરવા માટે સમન જાહેર કરવામાં આવ્યું છે.

 

આ ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝના ટ્રાન્જેક્શન અને સુકેશની સાથે તેની સંડોવણી ઈડીની તપાસ હેઠળ છે. સુત્રો મુજબ ખંડણી કેસમાં તપાસ દરમિયાન તપાસકર્તાઓને જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશની વચ્ચે કથિત કનેક્શન વિશે જાણવા મળ્યું. ઈડી પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે શું સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ થઈ હતી.

 

ઈડી આ કેસ મામલે જેક્લીન સાથે પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. પોતાના પહેલા નિવેદનમાં જેક્લીને તપાસકર્તાઓને કહ્યું હતું કે તે પણ આ ખંડણી કેસનો ભોગ છે અને તેમને કંઈ ખોટુ કર્યુ નથી. ત્યારે ઈડીને જેક્લીન સાથે તે મામલે પૂછપરછ કરવી છે, જેને લઈ ઈડી અભિનેત્રીને 3 વખત સમન મોકલી પૂછપરછમાં સામેલ થવા માટે કહી ચૂકી છે, હવે જોવાનું એ રહેશે કે જો જેક્લીન આજે પણ હાજર નહીં થાય તો ઈડી શું એક્શન લેશે.

 

આ પણ વાંચો: PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

 

આ પણ વાંચો: “જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે”, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati