AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે”, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની તરફેણમાં નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ખેડૂતો સાથે અત્યાચાર થઈ રહ્યો છે, જો સરકાર ખેડુતોની માંગ નહિ સંતોષે તો ફરી સતામાં આવી આવી શકશે નહિ.

જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર
Satya Pal Malik (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 4:19 PM
Share

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે (Satyapal Malik) સરકારને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પૂરી કરવા વિનંતી કરી છે. રાજસ્થાનના ઝુનઝુન જિલ્લામાં એક કાર્યક્રમના પ્રસંગે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, જો ખેડૂતોની માંગણીઓ પૂરી નહી થાય તો આ સરકાર ફરીથી સત્તામાં આવશે નહીં.

ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશના કેટલાક ગામોમાં પણ પ્રવેશી શકતા નથી

વધુમાં રાજ્યપાલે કહ્યુ કે, ભાજપના નેતાઓ આગામી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના (UP Assembly Election) સંદર્ભમાં કેટલાક ગામોમાં પણ પ્રવેશી શકતા નથી. ઉપરાંત કહ્યુ કે હું મેરઠનો છું, મારા વિસ્તારમાં તેમજ મુઝફ્ફરનગર, બાગપતના ગામોમાં પણ ભાજપના કોઈ નેતા પ્રવેશી શકતા નથી.

કૃષિ કાયદાને લઈને હું વડાપ્રધાન, ગૃહમંત્રી દરેક સાથે લડ્યો છું

પશ્ચિમ ઉત્તર પ્રદેશના નેતા મલિકે કહ્યું કે, ખેડૂતોના વિરોધના (Farmer Protest) મુદ્દે તેઓ ઘણા લોકો સાથે લડ્યા છે. તેમણે કહ્યુ કે, કૃષિ કાયદાને લઈને મેં વડાપ્રધાન, ગૃહમંત્રી દરેક સાથે ઝઘડો કર્યો છે. મેં સરકારને કહ્યું છે કે તમે ખોટું કરી રહ્યા છો, તેમ ન કરો. જો સરકાર કાયદેસર રીતે MSP ની ખાતરી આપે છે, તો આ મુદ્દાનો ઉકેલ આવશે.

હું ખેડુત અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરાવવા તૈયાર:  સત્યપાલ મલિક

મેઘાલયના રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ વડાપ્રધાનને (PM Narendra Modi) જાહેરમાં કોઈ સંદેશ આપશે નહીં પરંતુ વ્યક્તિગત રીતે તેમના મંતવ્યો આપશે. તેમણે ભાર મૂક્યો હતો કે, જો સરકાર ઈચ્છે તો તે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરાવવા તૈયાર છે.

મલિકે કહ્યુ કે, એક વસ્તુ છે, જે તેનો ઉકેલ લાવશે. તમે એમએસપીની (Minimum Support Price) ગેરંટી આપો, હું ખેડૂતોને સમજાવીશ કે ત્રણ કાયદા અટકી ગયા છે, તેને હવે છોડી દો. ઉપરાંત કહ્યુ કે, તેમની પાસે ન્યૂનતમ ટેકાના ભાવની ગેરંટી હોવી જોઈએ. જો તે ન હોય તો તેઓ બરબાદ થઈ જશે. તેઓ તેનાથી ઓછો કોઈ કરાર કરશે નહીં.

 આતંકવાદીઓ શ્રીનગરના 50 કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશવાની હિંમત ન કરતા 

તાજેતરમાં જમ્મુ -કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ દ્વારા નાગરિક હત્યાના પ્રત્યાઘાતો પર મલિકે કહ્યું હતું કે, જ્યારે તે રાજ્યના ગવર્નર હતા ત્યારે આતંકવાદીઓ શ્રીનગરના 50 કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહિ અને અત્યારે આંતકવાદીઓ ખુલ્લેઆમ શહેરમાં નાગરિકોની હત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો :  શું ભારત-પાક મેચ થશે રદ ? કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું- પાકિસ્તાન સાથે મેચ રમવા મુદ્દે પુનઃવિચાર જરૂરી

આ પણ વાંચો :  ‘હવે હવાઈ ચપ્પલવાળા લોકો માટે રસ્તા પર મુસાફરી કરવી મુશ્કેલ’, પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">