AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : શું જેઠાલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી રહ્યા છે ? જાણો શું કહ્યુ દિલીપ જોશીએ

થોડા સમય પહેલા દિલીપ જોશીના એક ઈન્ટરવ્યુની ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં તેઓ એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેઓ ટીવી TMKOC ને કારણે અન્ય કોઈ પ્રોજેક્ટ માટે હા નથી કહી શકતા.

TMKOC :  શું જેઠાલાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોને અલવિદા કહી રહ્યા છે ? જાણો શું કહ્યુ દિલીપ જોશીએ
Is dilip joshi saying goodbye to the TMKOC ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 2:39 PM
Share

TMKOC : સોની સબ ટીવી પર પ્રસારિત થતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શો 13 વર્ષ પહેલા શરૂ થયો હતો અને તે હજુ પણ સફળતાપૂર્વક લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની સાથે તેના પાત્રોએ પણ આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવી છે. આ દરમિયાન ઘણા કલાકારોએ શોને અલવિદા કહ્યું અને ઘણા નવા ચહેરાઓ શોમાં જોડાયા.

શોને લઈને દિલીપ જોશીએ આપ્યુ મોટુ નિવેદન

હાલ એક સમાચાર સામે આવ્યા કે શોમાં લીડ રોલ નિભાવતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી (Dilip Joshi) આ શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. જો કે, તેમણે એક ઇન્ટરવ્યુમાં આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે.દિલીપ જોશીએ કહ્યું કે મારો શો એક કોમેડી શો છે અને તેનો ભાગ બનવામાં મને મજા આવે છે, તેથી જ્યાં સુધી હું તેનો આનંદ લઈ રહ્યો છું, હું તે કરતો રહીશ.

આ દિવસે છોડી દઈશ શો  : દિલીપ જોશી

જે દિવસે મને લાગશે કે હું હવે તેનો આનંદ માણી રહ્યો નથી, હું આગળ વધીશ. મને અન્ય શોની ઓફર્સ મળે છે, પરંતુ મને લાગે છે કે જ્યારે આ શો સારો ચાલી રહ્યો છે ત્યારે તેને અન્ય કોઈ વસ્તુ માટે કેમ છોડી દેવો. આ એક સુંદર સફર રહી છે અને હું તેનાથી ખુશ છું. લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર કેમ વેડફી શકુ ?

શું ફિલ્મોમાં જોવા મળશે દિલીપ જોશી ?

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દિવસોમાં બની રહેલી ફિલ્મોને લઈને દિલીપ જોશીએ કહ્યું કે મારે હજુ એક્ટિંગના મામલે ઘણું કરવાનું બાકી છે. આજની ફિલ્મો વિવિધ પ્રકારના અદ્ભુત વિષયોને લઈ રહી છે, તેથી જો મને કોઈ સારી ફિલ્મની ઓફર કરવામાં આવે તો હું તેની ભૂમિકા ભજવવામાં ક્યારેય સંકોચ નહીં કરું. અત્યારે હું મારા જીવનમાં જે બની રહ્યું છે તેનો આનંદ માણી રહ્યો છું.

આ પણ વાંચો : ભાઈજાનને ભેટ: સલમાન ખાનને જન્મદિવસ પર અનિલ કપૂરથી લઈને કેટરિના સુધીના સેલેબ્સે આપી મોંઘી દાટ ગિફ્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">