ભાઈજાનને ભેટ: સલમાન ખાનને જન્મદિવસ પર અનિલ કપૂરથી લઈને કેટરિના સુધીના સેલેબ્સે આપી મોંઘી દાટ ગિફ્ટ

ભાઈજાનને ભેટ:  સલમાન ખાનને જન્મદિવસ પર અનિલ કપૂરથી લઈને કેટરિના સુધીના સેલેબ્સે આપી મોંઘી દાટ ગિફ્ટ
salman khan got expensive gifts on his birthday

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે (Katrina Kaif) લગભગ 3 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ આપ્યું છે, જ્યારે જેકલીન ફર્નાન્ડિસે લગભગ 12 લાખની કિંમતની ઘડિયાળ ભેટમાં આપી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 30, 2021 | 1:03 PM

Salman Khan Birthday : બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન માટે 56મો જન્મદિવસ ખૂબ જ ખાસ હતો. પનવેલ ફાર્મ હાઉસમાં(Panvel Farm House)  સલમાનના જન્મદિવસની પાર્ટીમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. જ્યારે ઘણા સ્ટારે સોશિયલ મીડિયા (Social Media) પર થ્રોબેક ફોટા શેર કરીને જન્મદિવસની (Salman Khan Birthday) શુભેચ્છા પાઠવી હતી. દબંગ ખાનને તેના જન્મદિવસ પર ભાઈ-બહેન અને માતા-પિતા ઉપરાંત કેટરિના કૈફ, શિલ્પા શેટ્ટી અને જેકલીન ફર્નાન્ડિઝે ખૂબ જ મોંઘી ભેટ આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ બોલિવુડ સ્ટારે આપી મોંઘી દાટ ગિફ્ટ

અહેવાલ મુજબ, બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે (Katrina Kaif) લગભગ 3 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ આપ્યું છે, જ્યારે જેકલીન ફર્નાન્ડિસે લગભગ 12 લાખની કિંમતની ઘડિયાળ ભેટમાં આપી છે. ઉપરાંત શિલ્પા શેટ્ટીએ(Shilpa Shetty)  16-17 લાખની કિંમતનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે. એટલું જ નહીં, બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે (Anil Kapoor) લગભગ 29 લાખની કિંમતનું લેધર જેકેટ ગિફ્ટ કર્યું, તો સંજય દત્તે લગભગ 8 લાખની ઘડિયાળ ભેટમાં આપી છે.

ભાઈ-બહેનોએ ભાઈજાનને આપી આ ગિફ્ટ

જો પરિવારની વાત કરીએ તો સલમાન ખાનની બહેન અર્પિતા ખાને(Arpita Khan)  ભાઈને લગભગ 17 લાખની કિંમતની રોલેક્સ ઘડિયાળ ભેટમાં આપી છે. તેમજ સોહેલ ખાન અને અરબાઝ ખાને તેમના દબંગ ભાઈને 2.5 મિલિયનની કિંમતની BMW કાર અને 2.5 મિલિયનની Audi RX Q8 આપી હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે, સલમાને ભાણેજ આયત સાથે કેક કાપી હતી.

ઉલ્લેખનીય કે, સલમાન ખાન તેના જન્મદિવસ અગાઉ પનવેલ ફાર્મહાઉસમાં રોકાયા હતા ત્યારે સાપ કરડવાના સમાચારને લઈને તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા. આ ઘટના અંગે સલમાને જણાવ્યું હતુ કે, ફાર્મહાઉસમાં મારા રૂમમાં એક સાપ ઘૂસી ગયો હતો અને બાળકો ડરી ગયા હતા, તેને લાકડી વડે બહાર કાઢવાની હું કોશિશ કરી રહ્યો હતો. તે દરમિયાન સાપે મને એકવાર નહિ પરંતુ ત્રણ વખત ડંખ માર્યો હતો.જો કે બાદમાં તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા હતા.

આ પણ વાંચો : Happy Birthday esther victoria abraham : પહેલી મિસ ઈન્ડિયા હતી એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ, એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ બનાવ્યું નામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati