શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા

Alia Bhatt : બોલીવુડમાં આજે એવા ઘણા સ્ટાર્સ છે, કે જેઓ ભારતીય નાગરિક ખરા અર્થમાં નથી. કારણ કે, તેમનો જન્મ અલગ દેશમાં થયો છે અથવા તો તેમના માતા-પિતામાંથી કોઈ એક વિદેશી હોય છે.

શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 7:55 PM

અત્યારે બોલીવુડમાં (Bollywood) દરેક વ્યક્તિ માત્ર ને માત્ર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નને લઈને ચર્ચાઓ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ પણ અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝની જેમ ભારતીય નાગરિક નથી? શું આલિયા ભટ્ટ ખરેખર એક ભારતીય નાગરિક છે ?? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પાર ઉઠતો જોવા મળ્યો છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ગુજરાતી છે. જયારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન એ બ્રિટિશ મુસ્લિમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
View this post on Instagram

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટ એ આજે એવી અભિનેત્રીમાંની એક છે, કે જેણે ઘણા ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરી લીધો છે. તેની ટૂંકી કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ‘RRR’ માટે ચર્ચામાં રહેલી આલિયા હવે રણબીર કપૂર સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં છે.

મૂળ બ્રિટિશ નાગરિક છે આલિયા ભટ્ટ

બોલિવૂડ સિનેમામાં પોતાનો ડંકો વગાડનાર આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ નાગરિકતા છે અને આ જ કારણ છે કે તે ભારત સરકારની કોઈપણ ચૂંટણીમાં પોતાનો વોટ આપી શકતી નથી. આલિયાની માતા એટલે કે સોની રાઝદાન બ્રિટિશ મૂળની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી જ આલિયાને બ્રિટિશ નાગરિકતા મળી છે.

આલિયા ભટ્ટને છે એક વાતનો વસવસો

આલિયાએ એક વખત ભારતીય નાગરિકતા ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ”દુર્ભાગ્યવશ હું મતદાન કરી શકતી નથી, કારણ કે મારી પાસે બ્રિટિશ નાગરિકતા છે.” અમે તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર એ મૂળ કેનેડાનો નાગરિક છે. જયારે જેકલીન ફર્નાન્ડિઝ એ આપણા પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની નાગરિક છે.

આ પણ વાંચો – નીતુ કપૂર રિશી કપૂરને યાદ કરીને થઇ ભાવુક, જણાવી આ ખાસ વાત….

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">