નીતુ કપૂર રિશી કપૂરને યાદ કરીને થઇ ભાવુક, જણાવી આ ખાસ વાત….

Neetu Kapoor : નીતુ કપૂરે કહ્યું કે ઋષિ કપૂરના મૃત્યુ પછી કામ પર પાછા આવવાથી તેને આ આઘાતમાંથી સાજા થવામાં મદદ મળી હતી. તેણીએ 'ડાન્સ દીવાને જુનિયર્સ' અને ઋષિની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન' વિશે પણ એક હૃદયસ્પર્શી સંયોગ શેર કર્યો છે.

નીતુ કપૂર રિશી કપૂરને યાદ કરીને થઇ ભાવુક, જણાવી આ ખાસ વાત....
Rishi & Neetu Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:28 PM

કલર્સ ટીવીનો (Colors TV) નવો રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’નો (Dance Deewane Juniors) પ્રોમો ગત તા. 08/04/2022ના રોજ લોન્ચ થયો છે, જેમાં જજ નીતુ કપૂર (Neetu Kapoor) શોના બાળ સ્પર્ધકોને આવકારવા માટે ઉત્સાહિત જણાતી હતી. નીતુ કપૂર જે નોરા ફતેહી (Nora Fatehi) અને માર્ઝી પેસ્ટોનજી સાથે શોમાં જજ તરીકે તેણીની ટેલિવિઝન કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે. નીતુ કપૂર પતિ રિશી કપૂરના મૃત્યુ બાદ 2 વર્ષ બાદ આજે ફરીથી સિલ્વર સ્ક્રીન પર તેણી કમબેક કરવા માટે તૈયાર છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

તાજેતરમાં એક જાણીતા અંગ્રેજી અખબારપત્ર દ્વારા નીતુ કપૂરનો ખાસ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. તેણીને શોબિઝમાં પરત ફરવાનું કેવું લાગે છે તે અંગે પૂછપરછ કરી હતી. એક સ્મિત સાથે, તેણીએ કહ્યું કે, “હું તેને પ્રેમ કરું છું. મને ઘણું બધું શીખવા મળી રહ્યું છે. હું ખરેખર આ બધું માણી રહી છું. ઉપરાંત, હું આ બાળકોને પ્રેમ કરું છું તેથી આ ખરેખર મારા માટે કામ કરે છે.”

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

નીતુ કપૂરે તેના પતિ ઋષિ કપૂરને એપ્રિલ 2020માં કેન્સરને કારણે ગુમાવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કામ તેના માટે કેથાર્સિસનું (Stress Relief) સાધન બની ગયું છે, ત્યારે તેણીએ હકારમાં જવાબ આપ્યો, “ચોક્કસ. તેની શરૂઆત ફિલ્મ જુગ જુગ જીયો અને હવે આ શોથી થઈ હતી. આ તે છે જે હું મારા મનને દૂર કરવા અને મારો આત્મવિશ્વાસ વધારવા માટે શોધી રહી હતી. પાછલા અમુક સમયમાં મારી સાથે ઘણું બધું થયું હતું અને મને આની જ જરૂર હતી.”

ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્માજી નમકીન’નું માર્ચમાં પ્રીમિયર રજુ થયું હતું. શૂટિંગની પ્રક્રિયા દરમિયાન અભિનેતાનું અવસાન થયું હોવાથી, પરેશ રાવલે ફિલ્મ પૂર્ણ કરવા માટે ટીમમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મ જોવા માટે આખો કપૂર પરિવાર એક સાથે આવ્યો હતો અને બોલિવૂડના લેજેન્ડરી સ્ટારને યોગ્ય વિદાય આપી હતી. તેને છેલ્લી વખત સ્ક્રીન પર જોવું ‘અદ્ભુત’ હતું તે શેર કરીને, નીતુ કપૂરે દિલથી ખુલાસો કર્યો હતો.

“ફિલ્મ 31 માર્ચે રિલીઝ થઈ હતી અને તે જ દિવસે મેં ટીવી પર આ શોની સફર શરૂ કરી હતી. એક રીતે, તેણે (રિશી કપૂર) તેની મુસાફરી પૂરી કરી અને મેં મારી શરૂઆત કરી. મને આ તારીખ હંમેશા યાદ રહેશે, તે ખૂબ જ અદ્ભુત ઘટના હતી.

નીતુ કપૂરે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેણે એક અન્ય પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે. જે અંગે કોઈ વધુ વિગતો ન આપતા, તેણીએ શેર કર્યું કે તે ડાન્સ દીવાને જુનિયર્સ પછી તેના પર કામ શરૂ કરશે.

આ પણ વાંચો – Tv9 Exclusive: રણબીર અને મારો પરિવાર ઈચ્છે છે કે હું કામમાં વ્યસ્ત રહું અને જીવનમાં આગળ વધુ: નીતુ કપૂર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">