AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લસે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યું ‘દેશનું નેતૃત્વ સારા હાથમાં છે’

ગોવામાં થઈ રહેલા 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લસે ભારતના વખાણ કર્યા. સાથે જ તેમને વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે દેશનું નેતૃત્વ સારા હાથમાં છે. ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખુણામાં જોવાય છે.

હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લસે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, કહ્યું 'દેશનું નેતૃત્વ સારા હાથમાં છે'
Michael Douglas and PM ModiImage Credit source: File Image
| Updated on: Nov 28, 2023 | 6:56 PM
Share

ગોવામાં 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમેરિકી અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઈકલ ડગલસ છવાયા છે. આ દરમિયાન ડગલસને ‘સત્યજીત રે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ ફંક્શનમાં ડગલસે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈન્ટરનેશનલ લેવલ પર ઓળખ બનાવવાની રીતો વિશે વાત કરી. તેની સાથે જ તેમને વડાપ્રધાન મોદીના ખુબ જ વખાણ કર્યા.

ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન માઈકલ ડગ્લસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના ખુબ જ વખાણ કર્યા. તેમને કહ્યું કે મને પણ લાગે છે કે ભારતનું નેતૃત્વ સારા હાથમાં છે. સાથે જ આ દેશ હવે આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં તેની આગળ ડગ્લસે કહ્યું કે આ મહોત્સવની સુંદરતા એ છે કે તેમાં 78 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ ભારતીય ફિલ્મની તાકાત છે. જે દુનિયાભરમાં જાણીતી છે. તે સિવાય તેમને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની સરાહના કરી.

વડાપ્રધાન મોદીના કર્યા વખાણ

મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન કહ્યું કે જેવો તેમને ઉલ્લેખ કર્યો છે લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી અનુરાગ ઠાકુરે છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મોના નિર્માણમાં વધારે પૈસા લગાવ્યા છે. આ ખુબ જ સફળ સમય રહ્યો છે. ફિલ્મ જાતિ, ધર્મ અને લિંગથી ઉપર લોકોને એકજૂથ કરે છે. તેમનું એ પણ કહેવુ છે કે અલગ અલગ સંસ્કૃતિઓને એક સાથે લાવવામાં ફિલ્મોની મોટી ભૂમિકા છે.

આ ફિલ્મોથી માઈકલ ડગ્લસને મળી ઓળખ

તમને જણાવી દઈએ કે અભિનેતા ડગ્લસે ફોલિંગ ડાઉન, ધ અમેરિકન પ્રેસિડેન્ટ, ધ ઘોસ્ટ એન્ડ ડાર્કનેસ, ધ ગેમ, ધ પરફેક્ટ મર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં માઈકલ ડગ્લસ પોતાની એક્ટિંગથી લોકો વચ્ચે ખુબ જ જાણીતા થયા છે.

આ પણ વાંચો: ડીપફેક વીડિયો પર રશ્મિકા મંદાનાએ આપ્યું મોટું નિવેદન, છોકરીઓ આ સામાન્ય નથી, આપણે જે દેશમાં રહીએ છીએ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">