Good News: ‘પુષ્પા’ પછી અલ્લુ અર્જુનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે, 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી

અલ્લુ અર્જુનની 'પુષ્પા' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ બની છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ અલ્લુ અર્જુનની બીજી ફિલ્મને હિન્દીમાં ડબ કરીને થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

Good News: 'પુષ્પા' પછી અલ્લુ અર્જુનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે, 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી
Allu Arjun (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:55 PM

અલ્લુ અર્જુન ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa : The Rise)ની રિલીઝ બાદથી સતત ચર્ચામાં છે. તેની ફિલ્મનો ધડાકો હજુ ચાલુ છે. પુષ્પાની રિલીઝ બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. પુષ્પાની લોકપ્રિયતા જોઈને આલા વૈકુંઠપુરરામુલુ (Ala Vaikunthapurramuloo) ના નિર્માતાઓએ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘આલા વૈકુંઠપુરરામુલુ’ (Ala Vaikunthapurramuloo) 2020માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને તે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મ હાલમાં Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે અને તે 2020ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી.

‘આલા વૈકુંઠપુરમુલ્લુ’ આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

આલા વૈકુંઠપુરમુલ્લુ (Ala Vaikunthapurramuloo)એ ત્રિવિક્રમ નિવાસન દ્વારા દિગ્દર્શિત કોમર્શિયલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. અલ્લુ અર્જુનની પુષ્પા સ્મેશ હિટ બની છે, તેથી નિર્માતાઓએ આલા વૈકુંઠપુરમુલ્લુને હિન્દીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેણે ટ્વીટ કરીને લખ્યું, “અલ્લુ અર્જુનઃ પુષ્પા પછી, આલા વૈકુંઠપુરરામુલુનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે”. આ ફિલ્મમાં તબ્બુ, જયરામ, સુશાંત, નિવેથા પેથુરાજ, નવદીપ અને રાહુલ રામકૃષ્ણ પણ મહત્વની ભૂમિકામાં હતા. એસ થમને આ ફિલ્મના ચાર્ટબસ્ટર ગીતોને કંપોઝ કર્યું હતું.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું

આલા વૈકુંઠપુરરામુલુએ 2020માં રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી હતી. આ ફિલ્મને 2020માં સંક્રાંતિ એવોર્ડ 2020 (Sankranti Award 2020) એનાયત કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનની ‘આલા વૈકુંઠપુરરામુલુ’એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે અમેરિકામાં 2 મિલિયનનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં નિર્માતાઓને આલા વૈકુંઠપુરમુલ્લુની બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવાની પૂરી આશા છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને ચાહકો કેટલા ઉત્સાહિત છે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આ પણ વાંચો: અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પાના ગીત ‘Oo Antava’ માટે સામન્થાએ લીધી તગડી ફી, જાણીને રહી જશો તમે દંગ

આ પણ વાંચો: Sacred Games 3: અનુરાગ કશ્યપે ‘સેક્રેડ ગેમ્સ 3’ના ફેક કાસ્ટિંગ કોલનો કર્યો પર્દાફાશ, કહ્યું, ‘છેતરપિંડી કરનાર સામે નોંધાવીશ FIR’

g clip-path="url(#clip0_868_265)">