AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sacred Games 3: અનુરાગ કશ્યપે ‘સેક્રેડ ગેમ્સ 3’ના ફેક કાસ્ટિંગ કોલનો કર્યો પર્દાફાશ, કહ્યું, ‘છેતરપિંડી કરનાર સામે નોંધાવીશ FIR’

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને એક કૌભાંડી વીશે વાત કરી હતી, જેમાં સેક્રેડ ગેમ્સની આગામી સીઝન માટે નકલી કાસ્ટિંગ કોલ વિશે ખુલાસો કર્યો હતો.

Sacred Games 3: અનુરાગ કશ્યપે 'સેક્રેડ ગેમ્સ 3'ના ફેક કાસ્ટિંગ કોલનો કર્યો પર્દાફાશ, કહ્યું, 'છેતરપિંડી કરનાર સામે નોંધાવીશ FIR'
Anurag Kashyap (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 1:45 PM
Share

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે (Anurag Kashyap) રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને એક કૌભાંડી (Scamster) ગણાવ્યો હતો, જેમાં સેક્રેડ ગેમ્સની આગામી સીઝન માટે નકલી કાસ્ટિંગ કોલ વિશે ખુલાસો કર્યો હતો. આ પોસ્ટને શેર કરતા અનુરાગે લખ્યું કે, તે આ એકાઉન્ટ ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવશે, ત્યારબાદ આ વ્યક્તિએ તરત જ તેનું એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધું હતું. સેક્રેડ ગેમ્સની ત્રીજી સ્ક્વીલનું ખંડન કરતાં અનુરાગે પોસ્ટ શેર કરી અને કેપ્શન લખ્યું, “આ વ્યક્તિ રાજબીર-કાસ્ટિંગ એક કૌભાંડી છે. કૃપા કરીને રીપોર્ટ કરો. સેક્રેડ ગેમ્સ 3 નો કોઈ ત્રીજો ભાગ નથી આવી રહ્યો. હું આ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવીશ.” પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, કૃપા કરીને આ કૌભાંડથી સાવધાન રહો, સેક્રેડ ગેમ્સની કોઈ ત્રીજી સીઝન નથી થઈ રહી.

View this post on Instagram

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

અનુરાગે સોશિયલ મીડિયા પર કૌભાંડનો પર્દાફાશ કર્યો

સેક્રેડ ગેમ્સ એ અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી અને નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત ક્રાઈમ થ્રિલર શ્રેણી છે. આ શોનું નિર્માણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અનુરાગ અને વિક્રમાદિત્ય રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાથે ભાગ ધરાવે છે.

આ શ્રેણીમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, ​​ગિરીશ કુલકર્ણી, નીરજ કબી અને જીતેન્દ્ર જોશી મુખ્ય ભૂમિકામાં હતા. તેમાં રાજશ્રી દેશપાંડે, કરણ વાહી, સુખમણી સદાના, આમિર બશીર, જતીન સરના, એલનાઝ નોરોઝી, પંકજ ત્રિપાઠી, અમેય વાધ, કુબ્રા સૈત, સુરવીન ચાવલા, કલ્કી કોચલીન, રણવીર શૌરી અને અમૃતા સુભાષે પણ અભિનય કર્યો હતો. સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન જુલાઈ 2018માં 8 એપિસોડ સાથે આવી હતી. તેની બીજી સીઝન ઓગસ્ટ 2019માં આવી હતી. ચાહકો લાંબા સમયથી તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે.

અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરે છે. ફિલ્મમેકરે હાલમાં જ પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે કંઈક લખતો જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં અનુરાગે લખ્યું, “એક્ટર-પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી અને કૃતિ સેનન સાથે આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ, આગામી સ્ક્રિપ્ટ… ટૂંક સમયમાં જ આગામી ફિલ્મ શરૂ થશે.”

આ પણ વાંચો: Marine Archaeology: જીવનમાં સાહસ સાથે સારા પૈસા જોઈએ છે? મરીન આર્કિયોલોજિસ્ટ બનો, જાણો અભ્યાસક્રમ, નોકરીની તકો વિશે

આ પણ વાંચો: Coast Guard Recruitment 2022: દેશ સેવા માટે મળી રહી છે તક, 96 પોસ્ટની વેકેન્સી માટે જાણો જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">