અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પાના ગીત ‘Oo Antava’ માટે સામન્થાએ લીધી તગડી ફી, જાણીને રહી જશો તમે દંગ

અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પાના ગીત 'Oo Antava' માટે સામન્થાએ લીધી તગડી ફી, જાણીને રહી જશો તમે દંગ
Alloo Arjun and Samantha (PC-Samantha Instagram Handle)

સમન્થાનું 'ઓ અંતાવા' ગીત માત્ર ફેન્સની વચ્ચે જ નહીં પણ સેલિબ્રિટિઓની વચ્ચે પણ ખુબ પોપ્યુલર છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jan 17, 2022 | 12:03 PM

સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન (Allu Arjun)ની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’ (Pushpa : The Rise)  હાલમાં સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ પાસેથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)નું ગીત ‘ઓ અંતાવા’ (Oo Antava) ચર્ચામાં છે. દર્શકોને આ ગીત ખુબ પસંદ આવ્યું છે. ‘ઓ અંતાવા’ સમન્થા અને અલ્લૂ અર્જૂન પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં સમન્થાએ જોરદાર ડાન્સ મુવ્સ કર્યા છે. આ તેમનું પ્રથમ આઈટમ સોન્ગ છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ અલ્લૂ અર્જૂને કહ્યું હતું કે સમન્થા શરૂઆતમાં ગીતને લઈને થોડી અચકાતી હતી પણ તે આ ગીત કરવા માટે માની ગઈ હતી. અભિનેત્રીએ 3 મિનિટના સોન્ગ માટે 5 કરોડ રૂપિયાની મોટી રકમ લીધી છે.

સમન્થાનું ‘ઓ અંતાવા’ ગીત માત્ર ફેન્સની વચ્ચે જ નહીં પણ સેલિબ્રિટિઓની વચ્ચે પણ ખુબ પોપ્યુલર છે. તાજેત્તરમાં જ કૃતિ સેનને સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે આ ગીતને સાંભળવાનું બંધ નથી કરી શકતી. IWMBUZZના રિપોર્ટ મુજબ સામન્થાએ 3 મિનિટ માટે 5 કરોડ રૂપિયા ફી તરીકે વસુલ્યા હતા. અલ્લૂ અર્જૂને ખુલાસો કર્યો કે તેમને સામન્થાને તેમની પર વિશ્વાસ રાખવા અને ગીત કરવા માટે કહ્યું હતું.

એક સૂત્રએ એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને જણાવ્યું કે ‘ઓ અંતાવા’ ગીતના ડાન્સ માટે મોટી ફી લીધી હતી, મારો વિશ્વાસ કરો, તે આ ગીત કરવા નહતી ઈચ્છતી, ફિલ્મના મુખ્ય પાત્ર અલ્લૂ અર્જૂને તેમને મનાવ્યા હતા. 3 મિનિટના ગીત માટે 5 કરોડ રૂપિયા લીધા હતા. શરૂઆતમાં, તેને કેટલાક ડાન્સ સ્ટેપ્સ સામે વાંધો હતો, પરંતુ ધીમે ધીમે તેને તે મૂવ્સ ગમવા લાગ્યા અને તેણે ઘણા સ્ટેપ્સ બદલ્યા નહીં.

‘ઓ અંતાવા’ ગીતને દેવી શ્રી પ્રસાદે કંપોઝ કર્યુ છે. જ્યારે તેના તેલુગુ વર્ઝનને ઈન્દ્રાવતી ચૌહાણ અને તમિલ વર્ઝનને ટાઈલ કો Oo Solriya અને વોકલ Andrea Jeremiahએ આપ્યું છે. ‘પુષ્પા ધ રાઈઝ’ 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી અને અત્યાર સુધી બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો: Birju Maharaj: પંડિત બિરજુ મહારાજના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: Happy Birthday Rasika Dugal : ‘મિર્ઝાપુર’થી લઈને ‘દિલ્હી ક્રાઈમ’ સુધી, આ ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી રસિકા દુગ્ગલની બેસ્ટ એક્ટિંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati