નકલી વાળ લગાવી શૂટિંગ પર પહોંચી કેન્સર પીડિત હિના ખાન, મેકઅપથી છુપાવ્યા શરીરના નિશાન, જુઓ-Video
હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેના માટે તેની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે હિના એ હાર માની નથી અને હવે તે તેની પીડા ભૂલી શૂટિંગ પર પહોંચી છે. આ દરમિયાન તે ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી છે.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં કેન્સર સામેની લડાઈ લડી રહી છે. થોડા સમય પહેલા હિનાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેના માટે તેની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા.
કેન્સર સામે લડી રહેલી હિના ખાને પણ પોતાના વાળ કપાવ્યા હતા, જેનો વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યારે હવે હિના ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, દર્દથી પરેશાન હિના ખાને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે શૂટિંગ માટે તૈયાર થતી જોવા મળી રહી છે.
કીમોથેરેપી બાદ શૂટિંગ કરવા પહોંચી હિના
તમને જણાવી દઈએ કે કેન્સરની પહેલી થેરેપી લીધા બાદ હિના ખાને ફરી એકવાર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોમાં હિના ખાન સફેદ શર્ટ પહેરીને તૈયાર જોવા મળી રહી છે. આ સાથે તેણે માથે વિગ પહેરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિન ખાન કહી રહી છે કે, “કીમો સેશન પછી આ મારું પહેલું શૂટ છે. અહીં ટાંકાનાં નિશાન છુપાવવાના મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારા માર્કસ છુપાવવામાં આવ્યા છે, હજુ થેરેપીના ઘણા સેશન બાકી છે પણ શો હમેંશા ચાલતો રહેવો જોઈએ, હું હજુ ફાઈટ કરીશ અને બાહર નિકળી જઈશ.
View this post on Instagram
હિના ખાને આ કેપ્શન લખ્યું છે
આ વીડિયો પોસ્ટ કરતી વખતે હિના ખાને કેપ્શનમાં લખ્યું, ‘મારા પ્રથમ નિદાન પછી મારું પહેલું વર્ક અસાઇનમેન્ટ. વાતને આગળ વધારવી પડકારજનક છે, ખાસ કરીને જ્યારે જીવનના સૌથી મોટા પડકારોનો સામનો કરવો પડે. તેથી ખરાબ દિવસોમાં તમારી જાતને આરામ આપો, કારણ કે તમે તેના લાયક છો. જો કે, સારા દિવસોમાં તમારું જીવન જીવવાનું ભૂલશો નહીં, પછી ભલે તે કેટલા ઓછા હોય. આ દિવસો હજુ પણ મહત્વ ધરાવે છે. પરિવર્તન સ્વીકારો. તફાવત સ્વીકારો અને તેને સામાન્ય બનાવો.’