AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Vijay : એક સમયે કરતો હતો ફોન બુથમાં કામ, આજે છે સાઉથનો સુપરસ્ટાર, કંઈક આવી રહી છે વિજય સેતુપતિની જિંદગી

વિજયે (Vijay) વર્ષ 2010માં ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને બેસ્ટ એક્ટિંગ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. વિજય 2015માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઓરેન્જ મીઠાઈ'ના લેખક અને નિર્માતા બંને હતા.

Happy Birthday Vijay : એક સમયે કરતો હતો ફોન બુથમાં કામ, આજે છે સાઉથનો સુપરસ્ટાર, કંઈક આવી રહી છે વિજય સેતુપતિની જિંદગી
vijay sethupathi ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:52 AM
Share

વિજય સેતુપતિ (Vijay Sethupathi) દક્ષિણ ભારતીય ફિલ્મોનો જાણીતો એક્ટર છે. તેમનું પૂરું નામ વિજય ગુરુનાથ સેતુપતિ કાલીમાથુ છે. વિજય એક એક્ટર હોવા ઉપરાંત નિર્માતા, ગીતકાર અને સંવાદ લેખક પણ છે. તેણે ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. કહેવાય છે કે એક્ટિંગમાં આવતા પહેલા વિજય સેતુપતિ એકાઉન્ટન્ટ હતા. પરંતુ તેમનો શોખ અભિનય કરવાનો હતો, તેથી તેણે પોતાનો જુસ્સાને  ઓછો થવા દીધો ના હતો. આ પછી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. વિજયે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત સપોર્ટિંગ એક્ટર તરીકે કરી હતી.

જે બાદ તેને 2010માં આવેલી ફિલ્મ થેનમાર્કુ પારુવકાતરુમાં લીડ રોલ નિભાવવાની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિજયે 2012માં આવેલી ફિલ્મ ‘સુંદરપાંડિયન’માં પણ વિલનની ભૂમિકા ભજવી હતી. વિજયે અત્યાર સુધી 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

વિજયનો જન્મ તામિલનાડુમાં થયો હતો

વિજય સેતુપતિનો જન્મ 16 જાન્યુઆરી 1978ના રોજ તામિલનાડુના રાજપાલયમમાં થયો હતો. વિજય સેતુપતિએ તેમનું શિક્ષણ ચેન્નાઈના કોડમ્બક્કમમાં આવેલી MGR હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું હતું જ્યારે તેમણે આગળનો અભ્યાસ ચેન્નાઈની ધનરાજ બડ જૈન કૉલેજમાંથી કર્યો હતો. તેણે બી. કોમ સુધી અભ્યાસ કર્યો છે વિજયની પત્નીનું નામ જેસી સેતુપતિ છે. બંનેના લગ્ન વર્ષ 2003માં થયા હતા. બંનેને બે સંતાનો પુત્રી શ્રીજા અને પુત્ર સૂર્ય છે.

વિજય પોતાની પોકેટ મની માટે સેલ્સમેન, હોટેલ કેશિયર અને ફોન બૂથ ઓપરેટર તરીકે પણ કામ કરતો હતો. કૉલેજ પૂર્ણ કર્યા બાદ તેણે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. વિજયને ત્રણ ભાઈ-બહેન હતા, જેની જવાબદારી પણ તેના પર હતી, સમય જતા તે દુબઈ ગયો કારણ કે ત્યાં અહીં કરતાં 4 ગણા વધુ પૈસા મળતા હતા.

બાદમાં ઓનલાઈન મીડિયા દ્વારા જેસી સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. વિજય દુબઈમાં તેની નોકરીથી નાખુશ હતો, તેથી તે ભારત પાછો આવ્યો અને તેના મિત્ર સાથે ઈન્ટીરીયર ડેકોરેશનનો વ્યવસાય કરવા લાગ્યો. તે એક માર્કેટિંગ કંપનીમાં પણ જોડાયો જ્યાં વિજયની મુલાકાત ડિરેક્ટર બાબુ મહેન્દ્ર સાથે થઇ હતી. તેણે જ વિજયને અભિનય માટે પ્રેરણા આપી અને કહ્યું કે વિજયનો ચહેરો ફોટોજેનિક છે.

વિજયને ઘણા એવોર્ડ મળ્યા છે

વિજયે વર્ષ 2010માં ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને શ્રેષ્ઠ અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. વિજય 2015ની ફિલ્મ ‘ઓરેન્જ મીઠાઈ’ના લેખક અને નિર્માતા બંને હતા. તેણે પોતે પણ ઘણા ગીતો લખ્યા છે. વિજયે ‘વિજય સેતુપતિ પ્રોડક્શન’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે.

આ પણ વાંચો : North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોની ઊંઘ હરામ કરી

આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બદલી દીધું નામ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">