પોપ સિંગર માઇકલ જૈક્સન (Michael Jackson) પોતાના પોપ સોન્ગ્સ માટે દુનિયાભરમાં જાણીતા હતા. આજે પણ તેમના ફેન્સ તેમને ખૂબ યાદ કરે છે. માઇકલ જૈક્સનનો જન્મ 29 ઓગસ્ટ 1958 ના રોજ યૂએસમાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત ભાઇના પોપ ગ્રુપથી કરી હતી. તેમને બાળપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો. આજે માઇકલ જૈક્સનની બર્થ એનિવર્સરી પર અમે તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવીશું.
માઇકલ પોતાના માતા-પિતાના 8માં બાળક હતા. તેમને બાળપણથી જ સંગીતનો શોખ હતો જેના કારણે તેણે પોતાના ભાઇના પોપ ગ્રુપનો ભાગ બનવાનો નિર્ણય લીધો હતો. તેઓ શરૂઆતમાં ટૈમેબોરિન અને બૌંગો વગાડતા હતા. આ બેન્ડ પોપ્યુલર થતુ ગયુ અને સાથે માઇકલને પણ લોકો ઓળખતા ગયા.
સારા દેખાવા માટે કરાવી હતી ઘણી બધી સર્જરી
માઇકલ જૈક્સન પોતાના લુક્સને લઇને હંમેશા ચિંતિત રહેતા હતા. તેમણે પોતાને વધુ સારા દેખાડવા માટે ઘણી બધી સર્જરી કરાવી હતી, રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે પોતાના કરિયરની શરૂઆતમાં જ ઘણી બધી સર્જરી કરાવી હતી. તેમણે પોતાની ત્વચાનો રંગ બદલવા માટે પણ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ પણ તેણે પોતાના ચહેરા પર ઘણી બધી સર્જરી કરાવી હતી. આ સર્જરીના કારણે ઘણી વાર તેણે લોકોની આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો.
કહેવામાં આવે છે કે માઇકલ લાંબા સમય સુધી જીવવા માંગતા હતા એજ કારણ હતુ કે તેઓ ઓક્સીજન વાળા બેડ પર જ સુતા હતા. તેઓ લોકો સાથે હાથ મેળવતા પહેલા ગ્લવ્ઝ પહેરતા હતા.
લગ્ન જીવન લાંબુ નહીં ચાલ્યુ
માઇકલ જૈક્સનની પર્સનલ લાઇફ એટલી સારી ન રહી. તેમણે 1994 માં લિસા મેરી પ્રિસલે સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટક્યા નહી. લગ્નના લગભગ 2 વર્ષ બાદ તેમના છૂટાછેડા થઇ ગયા. ત્યાર બાદ માઇકલે ફરીથી લગ્ન કર્યા. આ વખતે તેણે નર્સ ડેબી રોવ સાથે લગ્ન કર્યા અને તેમની સાથે તેમના 2 બાળકો પણ થયા. પરંતુ માઇકલના આ લગ્ન પણ વધુ ટકી શક્યા નહી. 2 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઇ ગયા
માઇકલ જૈક્સન 25 જૂન 2009 ના રોજ આ દુનિયાને અલવીદા કહીને જતા રહ્યા તેમના અચાનક થયેલા નિધનને કારણે આખી દુનિયા ચોંકી ગઇ હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –