AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2022: વર્ષ 2022માં આ ગુજરાતી ફિલ્મોનો રહ્યો દબદબો, એક તો ઓસ્કારમાં થઈ નોમિનેટ

બૉલીવુડનું વર્ચસ્વ ધરાવતા દેશમાં ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. ત્યારે અનેક ગુજરાતી ફિલ્મે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તો ચાલો જોઈએ આ વર્ષે કઈ ગુજરાતી ફિલ્મોએ ચાહોકના દિલ જીત્યા છે.

Year Ender 2022: વર્ષ 2022માં આ ગુજરાતી ફિલ્મોનો રહ્યો દબદબો, એક તો ઓસ્કારમાં થઈ નોમિનેટ
Image Credit source: TV9 Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 4:05 PM
Share

1.નાડી દોષ

કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ફિલ્મ “નાડી દોષ” ના મુખ્ય કલાકારો યશ સોની, રોનક કામદાર અને જાનકી બોડીવાલા છે. “નાડી દોષ”માં સહકાર્યકરો યશ સોની અને જાનકી બોડીવાલા એકબીજાના પ્રેમમાં પડે છે. “નાડી દોષ” ફિલ્મ નિર્માણ ટીમની વાત કરીએ તો કૃષ્ણદેવ યાજ્ઞિક પટકથા લેખક અને દિગ્દર્શક છે, ” ફિલ્મ “નાડી દોષ” માં યશ સોની અને જાનકી બોડીવાલાની અભિનય ટીમને પ્રતિસાદ મેળવ્યો હતો, ફિલ્મ એક રોમેન્ટિક અને પારિવારિક મૂવી હતી. ફિલ્મનું શૂટિંગ ગોવા અને અમદાવાદમાં થયું હતું. આ ફિલ્મમાં જાનકી રીધ્ધિનું પાત્ર ભજવું છે. ફિલ્મમાં રીધ્ધિ અને કેવિન એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ કુંડળીમાં નાડીદોષ હોવાથી તેમના લગ્ન નથી થઈ શક્તા જેના કારણે એક કોન્ફલીકટ સંઘર્ષ પેદા થાય છે.

2.ફકત મહિલાઓ માટે

અમદાવાદની પોળમાં રહેતા 28 વર્ષના ચિંતન પરીખ અને તેના મધ્યમવર્ગીય પરિવારની આ વાર્તા છે. ચિંતન તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. તે એક દિવસ અંબાજી મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે તે માતાજી પાસે એવી શક્તિ માંગે છે કે તે સ્ત્રીઓના મનની વાતો સમજી શકે તેવો પાવર આપે અને માતાજી તેની આ ઈચ્છા પૂર્ણ કરે છે પણ પછી તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે કે પાવર તેના માટે પેઇનફુલ બની જાય છે. સાથે જ તેની લવ લાઈફના લોચા તો ખરા જ. અમિતાભ એ એમના 50 વર્ષના લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ કરી છે.

3.ઓમ મંગલમ સિંગલમ

મલ્હાર ઠાકર અને આરોહી પટેલ સ્ટારર ફિલ્મ ‘લવની ભવાઈ’ને ખૂબ પ્રેમ મળ્યા બાદ હવે ફરી આ જોડી ફરી એવર મોટા પડદા પર સાથે જોવા મળી હતી. ‘લવની ભવાઈ’ના નિર્માતાઓ આ જોડી સાથે વધુ એક ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મનું નામ છે ‘ઓમ મંગલમ સિંગલમ’ છે.ફિલ્મમાં એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે.

4. કહેવતલાલ પરિવાર

કોકોનટ મોશન પિક્ચર્સની કહેવતલાલ પરિવાર એ 2022માં રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ છે. વિપુલ મહેતાએ આ મલ્ટિસ્ટારર ફિલ્મ લખી અને દિગ્દર્શિત કરી છે, જેનું નિર્માણ રશ્મિન મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સુપ્રિયા પાઠક, વંદના પાઠક, સંજય ગોરાડિયા, ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર છે. 6 મે, 2022 ના રોજ, ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

5.વિકીડા નો વરઘોડો

ફિલ્મનો હીરો વિકાસ (વિકિડો) એક છોકરો છે જે તેની નાની ઉંમરે બે વાર પ્રેમમાં પડે છે અને બંને વખત નિષ્ફળ જાય છે. આખરે તેણે બીજી છોકરી સાથે એરેન્જ મેરેજ કર્યા છે. સ્ટોરી વળાંક લે છે અને પરિવાર માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે જ્યારે ત્રણેય છોકરીઓ તેના લગ્નના દિવસ પહેલા વિકી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. તમામ મુખ્ય પાત્રોએ તેમની ભૂમિકા ખૂબ જ સરસ રીતે ભજવી છે અને તેમની ભૂમિકામાં સંપૂર્ણ રીતે ફિટ છે.વિકીડા નો વરઘોડો એ શાનદાર દિગ્દર્શન, સ્ટાર કાસ્ટ અને સિનેમેટોગ્રાફી સાથેની એક આકર્ષક કોમેડી ફિલ્મ છે. નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે સ્ક્રિપ્ટ શાનદાર છે.

6. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન

“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય છે જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શૌર્ય વચ્ચે નજર અંદાજ થઈ ગયો. હવે આગામી ફિલ્મ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન થકી, આપણને આ વીરાંગનાની હિંમતભરી (Veerangana courageous journey) સફર જોવા મળી હતી. આ ફિલ્મમાં 12મી સદીની વાત (Twelth century story in film) છે. જેમાં ખુશી શાહ નીડર નાયિકા દેવી તરીકે ચંકી પાંડે શેતાની મુહમ્મદ ઘોરી તરીકે જોવા મળ્યો હતો ફિલ્મનું ટ્રેલર રાણીના જીવનના દરેક પાસાને ઉજાગર કરે છે.

7.રાડો

‘રાડો’ ફિલ્મની વાર્તા ખરેખર તેના ટાઇટલને સાર્થક કરે છે. ફિલ્મમાં એકસાથે પાંચથી છ વાર્તાઓ ચાલે છે. બધી જ વાર્તાઓ આમ એકબીજા સાથે કનેક્ટેડ છે. છતાં એકબીજાથી બહુ જુદી ચાલે છે. કૉલેજ ઇલેક્શનની બબાલ, બાળકના આગમનની રાહ જોતો પોલીસ કર્મચારીનો પરિવાર, મુખ્યપ્રધાન અને તેમના માથાફરેલ દીકરા સાથેના સંબંધો, ત્રણ સહેલીઓ, હૉસ્પિટલના માલિક અને તેમનો પરિવાર દરેકના જીવનમાં એવી ઘટનાઓ બને છે કે બધા જ એક સમયે જુદા-જુદા કારણસર હૉસ્પિટલ પહોંચે છે. દરમિયાન એક ધર્મગુરુ તે જ હૉસ્પિટલમાં મૃત્યુ પામે છે. પછી ધીમે-ધીમે બધી વાર્તાઓના એકબીજા સાથેના કનેક્શન ખુલતા જાય છે.

8.ચબુતરો

ચબુતરો એક ગુજરાતી ફિચર ફિલ્મ છે. વ્હાઈ એલિફન્ટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત `ચબુતરો` ફિલ્મને ચાણક્ય પટેલે ડિરેક્ટ કરી છે. રૌનક કામદાર અને અંજલિ બારોટ અભિનીત ‘ચબુતરો’નું શૂટિંગ અમેરિકા તેમજ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. એક હલકી-ફૂલકી પારિવારિક ફિલ્મનો સદંશ કોઈ પણ દર્શકને સ્પર્શી જાય તેમ છે.

9.મૃગતૃષ્ણા

બૉલીવુડનું વર્ચસ્વ ધરાવતા દેશમાં ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. ત્યારે એક ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’એ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. દર્શન ત્રિવેદી (Darshan Trivedi) દિગ્દર્શિત ફિલ્મ ‘મૃગતૃષ્ણા’નું ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું હતું, એટલું જ નહીં પણ આ ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ મળ્યો છે.

10.‘છેલ્લો શો’

ઓસ્કારમાં નોમિનેટ થયેલી ‘છેલ્લો શો’ દિગ્દર્શક પાન નલિનની ઑટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે , એક સમય એક ચા વેચનારનો પુત્ર છે. તેના પરિવારની આજીવિકા રેલવે સ્ટેશન પર ઉભી રહેતી ટ્રેનો પર નિર્ભર છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતા નવ વર્ષના સમયને ફિલ્મોની દુનિયા મંત્રમુગ્ધ કરી દે છે.ફિલ્મનું લેખન અને ડિરેક્શન પાન નલિને કર્યું છે. લેખન હોય કે ડિરેક્શન દરેક પાસામાં ફિલ્મ શ્રેષ્ઠતાના ઉત્તમ શીખરો સર કરે છે. સ્ક્રિપ્ટમાં દરેક નાની-નાની ડિટેઇલ્સ પર ભાર મુકવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">