Film Excellence Gujarati Awards: દુબઈના રણમાં ખીલશે ગુજરાતી ફિલ્મોનું ગુલાબ, 300 જેટલા ગુજરાતી કલાકરો નાખશે દુબઇમાં ધામા!

કચ્છના રણથી ગુજરાતી ફિલ્મોના એવોર્ડની સફર દુબઈના રણ સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે ફિલ્મ એક્સેલેન્સ ગુજરાતી એવોર્ડનું (Film Excellence Gujarati Awards) આયોજન દુબઈમાં કરવામાં આવ્યું છે. ઓસ્કર નોમિનેશન સુધી પહોંચેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને વિશેષ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

Film Excellence Gujarati Awards: દુબઈના રણમાં ખીલશે ગુજરાતી ફિલ્મોનું ગુલાબ, 300 જેટલા ગુજરાતી કલાકરો નાખશે દુબઇમાં ધામા!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 11:12 PM

ફિલ્મ એક્સેલેન્સ ગુજરાતી એવોર્ડ (Film Excellence Gujarati Awards) 2021-2022 દુબઈમાં યોજાશે. કચ્છના રણથી શરૂ થયેલી ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતીની સફર હવે દુબઈના રણ સુધી પહોંચી છે. ગુજરાત અને મુંબઈ સિવાય પહેલીવાર આ વર્ષે 19 માર્ચે દુબઈના બોલીવુડ પાર્કમાં યોજાશે. જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ગુજરાત અને મુંબઈના તમામ દિગ્ગજ કલાકારો હાજર રહેશે. તેમની સાથે વિશ્વભરમાંથી એક હજાર જેટલા મહેમાનો પણ આ એવોર્ડ સમારંભમાં મહેમાન બનશે.

અમદાવાદના YMCA ક્લબ ખાતે નોમિનેશનની જાહેરાત કરવા સમારંભ યોજાયો, જેની ભવ્યતા પણ કોઈ એવોર્ડ સમારંભને ઝાંખી પાડે તેવી હતી. 69 ફિલ્મોના સ્ક્રીનીંગ બાદ 28 જેટલી કેટેગરીમાં 126 જેટલા કલાકાર અને કસબીઓને નોમીનેશન મેળવ્યું. આ વર્ષે યોજાનાર એવોર્ડમાં 14 જેટલા વિશેષ એવોર્ડ પણ એનાયત થશે.

આ કલાકારોને મળ્યું વિશેષ સમ્માન

જેમાં આ વર્ષે દ્વારકાદાસ સંપત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી ગુજરાતના દિગ્ગજ ગાયક પ્રફુલ દવેને સન્માનિત કરાશે. જેમના DNAમાં જ ગુજરાતી ફિલ્મ અને સંગીત છે તેવા એક્ટર હીતુ કનોડિયાને જ્યુરી સ્પેશિયલ એવોર્ડથી સન્માનિત કરાશે. પરંતુ સૌથી અનોખુ સન્માન છે ‘પાંચ એક્કા’, આ કેટેગરી હેઠળ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર, પ્રતિક ગાંધી, યશ સોની, મલ્હાર ઠાકર અને વિક્રમ ઠાકોરનું સન્માન થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક નહીં બે-બે જ્યુરીની ટીમ

મુંબઈ અને ગુજરાતની બે ટીમ બનાવવામાં આવી હતી. જેમાં મુંબઈની જ્યુરીમાં 5 સભ્યો હતા અને ગુજરાતની જ્યુરીમાં હતા 6 સભ્યો. બંને જ્યુરીના ચેરપર્સનની જવાબદારી સીનીયર એકટ્રેસ અને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના જ્યુરી મેમ્બર ગોપી દેસાઈના શિરે હતી. આ જ્યુરીની ટીમે 25 દિવસ સુધી ફિલ્મો જોઈ એવોર્ડની 28 કેટેગરી તૈયાર કરી.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ Chhello Show ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, આ પાકિસ્તાની ફિલ્મ સાથે ટક્કર થશે

કોને મળ્યું નોમિનેશન

સૌથી વધુ ફિલ્મ નાયિકા દેવી અને સૌયર મોરી રે ફિલ્મને 12 નોમિનેશન મળ્યા. જ્યારે પ્રેમ પ્રકરણને 11 નોમિનેશન મળ્યા. આ સિવાય તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમને 10 નોમિનેશન મળ્યા. આ સિવાય અન્ય ઘણી ફિલ્મોને અને કલાકારોને નોમિનેશન મળ્યા છે. 300થી વધુ ગુજરાતી કલાકારો દુબઈ જશે. આ સિવાય કુલ 126 નોમિનેશન મળ્યા છે. જેમાં 14 વિશે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ટોટલ 28 કેટેગરીમાં નોમિનેશન થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">