ગુજરાતી ફિલ્મ Chhello Show ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, આ પાકિસ્તાની ફિલ્મ સાથે ટક્કર થશે
Chhello Show Shortlisted For Oscars : ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' એ દરેકના મન પર પોતાની છાપ છોડી છે. કદાચ આ જ કારણ છે કે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
ફિલ્મ સ્ટાર્સ અને દિગ્દર્શકો ખૂબ મહેનત કરીને ફિલ્મ બનાવે છે. આ સ્ટાર્સનું સપનું હોય છે કે તેમની ફિલ્મો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રભુત્વ મેળવે. ઓસ્કર એક એવો એવોર્ડ છે, જેને દરેક સ્ટાર, ડાયરેક્ટર અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. આ દરમિયાન ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કારમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. અંગ્રેજીમાં આ ફિલ્મને Chhello Show નામ આપવામાં આવ્યું છે.
ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
નિર્માતાઓથી લઈને ચાહકોને એવી આશા હતી કે આ ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થઈ શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ હવે મેકર્સ અને સ્ટાર્સના ચહેરા પર સ્મિત આવી ગયું છે. ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે 95મા એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોના નામની જાહેરાત કરી છે.
View this post on Instagram
ફિલ્મે બધાના દિલ જીતી લીધા
તમને જણાવી દઈએ કે, હાલમાં 10 કેટેગરી માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ, ઓરીજીનલ સ્કોર, ડોક્યુમેન્ટ્રી અને ઈન્ટરનેશનલ ફીચર્સ પણ સામેલ છે. આ લિસ્ટમાં છેલ્લો શોને ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય RRRના ગીતે મ્યુઝિક કેટેગરીમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. છેલ્લો શો, પાન નલિન દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ, એક ગામના એક યુવાન છોકરાની વાર્તા કહે છે. જેણે બધાના દિલ જીતી લીધા છે.
માહિતી અનુસાર, છેલ્લો શો અન્ય 14 ફિલ્મોની સાથે ટક્કર થશે, જેમાં “આર્જેન્ટિના, 1985” (આર્જેન્ટિના), “ડિસીઝન ટુ લીવ” (દક્ષિણ કોરિયા), “ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ” (જર્મની), “ક્લોઝ” ” (બેલ્જિયમ) અને “ધ બ્લુ કફ્તાન” (મોરોક્કો). એટલું જ નહીં છેલ્લો શોની ટક્કર પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડ સાથે પણ થશે.
અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના મોટા ભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે. જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે. ગામડાના સ્થાનિક 6 બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે.