AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movies : ફિલ્મ રસિકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, આજે ગુજરાતી સહિત 25 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.

આજે 17 જુન શુક્રવારે 25 ફિલ્મો અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. જો તમે આજે ફિલ્મ (Movie) જોવાનું વિચારી રહ્યા હોય તો તમે આજે તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકો છો આ રહ્યું 25 ફિલ્મોનું લિસ્ટ

Movies : ફિલ્મ રસિકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, આજે ગુજરાતી સહિત 25 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મ રસિકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, આજે ગુજરાતી સહિત 25 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છેImage Credit source: bollytrendz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 2:21 PM
Share

Movies: આજે શુક્રવારના રોજ ગુજરાતી , હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષા સહિત 25 ફિલ્મો (Movies)રિલીઝ થઈ રહી છે. તો ચાલો જોઈએ કે, આજે કઈ ફિલ્મ તમારા મનોરંજનમાં વધારો કરશે. તમામ ભાષાઓનું મુવી લિસ્ટ નીચે મુજબ છે

ગુજરાતી

નાડી દોષ

આ એક ગુજરાતી રોમેન્ટિક કોમેડી છે જેમાં યશ સોની અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં રૌનક કામદાર, પ્રશાંત બારૌત, દીપિકા રાવલ અને આશિષ કક્કડ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે.

લવ યુ પાપા

આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેમાં અખિલ કોટક, પ્રતીતિ અજવાલિયા, ભાવિક જગડ, આરતી દેસાઈ, જીતેન્દ્ર ઠક્કર અને દિશા દેસાઈ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અખિલ કોટક કરી રહ્યા છે.

પરિચય

આ એક ક્રાઈમ ડ્રામા છે જેમાં ઝાકિર હુસૈન, રઝા મુરાદ, રિદ્ધિ રાવલ, નિસર્ગ ત્રિવેદી, ભાવની જાની અને નિરાલી જોશી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રવણ કુમારે કર્યું છે.

હિન્દી ફિલ્મ

બોલિવુડ ડાયરેક્ટર સાબિર ખાન તેમની ફિલ્મ નિકમ્માની સાથે 5 વર્ષ બાદ નિર્દ્શનની દુનિયામાં પરત ફરી રહ્યા છે, આ ફિલ્મમાં અભિમન્યુ દસાની, શર્લી સેતિયા અને શિલ્પા શેટ્ટી મુખ્ય ભુમિકામાં છે, આ ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ બેનર હેઠળ તૈયર થયું છે

ઈતુ સી બાત

સામાજીક મુદ્દા પર લુકા છુપી અને મિમી જેવી ફિલ્મો બનાવનાર નિર્દેશક લક્ષ્મણ નિર્માતા છે નાના શહેરની આસપાસની સ્ટોરી અદનાન અલીએ નિર્દેશિત કરી છે

ફિલ્મ લાઈટ ઈયર

આજે 17 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે, આ ફિલ્મનું નિર્દેશન એગ્સ મૈકલેને કર્યું છે. તો સ્ટોરી સન હેડલી અને એંગ્સ મૈકલેને લખી છે

તેલુગુ ફિલ્મ

તેલુગુ સિનેમાના દર્શકો માટે શુક્રવાર ખાસ છે. 17 જૂનના રોજ સાંઈ પલ્લવી, રાણા દગ્ગુબતી, પ્રિયામણિની ફિલ્મ વિરાટ પરવમ રિલીઝ થશે.

ગોડસે

વિરાટ પરવમની સાથે વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ ગોડસ છે આ ફિલ્મ કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે, આ ફિલ્મ એશ્વર્યા લક્ષ્મી, સત્યદેવ કંચરાના મુખ્ય ભુમિકામાં જોવા મળશે

કેરોસીન

કેરોસીન એ બર્ન ટુથ એક સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર છે, આ સ્ટોરી એ પીડિતોની આસપાસ છે, જેનો બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી છે આ ફિલ્મનું નિર્દેશક અને એક્ટર ધ્રુવ છે

યુ આર માય હિરો

યુ આર માય હિરો એક ઈમાનદાર પોલીસ ઓફિસરની સ્ટોરી છે, જેની પત્નીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારબાદ પોલીસ ઓફિસર તેની પત્ની હત્યા કરનારનો બદલો લેવા માગે છે.

તમિલ

વીતા વિશેષમ

આ હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મ બધાઈ હોની તમિલ રિમેક છે, આ ફિલ્મમાં બાહુબલી ફેમ સત્યરાજ અને અપર્ણા બાલમુરલી જોવા મળે છે. ફિલ્મનું નિર્દેશન એન.જે સરવનને કર્યું છે

મલયાલમ

આ ફિલ્મ એક પોલીસ ઓફિસરની આસપાસ ફરતી જોવા મળી રહી છે, જ્યારે તેમને એક સનસની કેસ સોપવામાં આવ છે. ફિલ્મનું નિર્દેશન ઉન્ની ગોવિંદ રાજે કર્યું છે

વિદ્દીકાલુદે મધુ

આ એક એવા છોકરાની સ્ટોરી છે જે એક વ્યાવસાયિક ડિગ્રી કોલેજમાં શિક્ષક બનવાનો નિર્ણય લે છે, કઈ રીતે તે પોતાની અસફળતાઓના આધાતમાંથી બહાર આવે છે અને એક મહાન શિક્ષક બનવાની દિશામાં કામ કરે છે.

પ્રકાશન પરક્કટે

પ્રકાશન પરક્કટે પણ આજે 17 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન શાહદે કર્યું છે. આ એક ડ્રામા ફિલ્મ છે,

વાશી

આ એક કોર્ટરુમ ડ્રામા ફિલ્મ છે. જેમાં વીનુ મોહન, ભગત મૈનુઅલ, મધુપાલ અને કલાભવન હનીફ મુખ્ય ભુમિકામાં છે, આ એક રોમેન્ટિક ફિલ્મ છે

કન્નડ

આ એક એક્શન રોમેન્ટિક ફિલ્મ છે ફિલ્મમાં ધર્મ કીર્તિરાજ અનુષા રાય, કબીર દુહાન સિંહ, સુમન જોવા મળશે

મેડ ઈન ચાઈના

મેડ ઈન ચાઈના એક કોમેડી એન્ટરટેનર ફિલ્મ છે, ફિલ્મનું નિર્દેશન પ્રીથમે કર્યું છે.

મરાઠી

ભીરકીટ એક મરાઠી ફિલ્મ છે, જેમાં ગિરીશ કુલકર્ણી, ઋષિકેશ, જોશી, યાકૂબ સૈયદ , તાનાજી, ગલગુંડે, મોનાલિસા બાગલ મુખ્ય ભુમિકામાં છે આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે,

આઠવા રંગ પ્રેમચા

આ એક સામાન્ય છોકરીની સ્ટોરી છે, જેનું જીવન કઠોર સંધર્ષ બાદ બદલી જાય છે.

મીડિયમ સ્પાઈસી

આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેમાં સાંઈ તમ્હાંકર, લલિત પ્રભાકર અને પરના પેઠે મુખ્ય ભુમિકામાં છે

યેરે યેરે પૌસા

આ એક ડ્રામા ફિલ્મ છે જેમા વિનાયક પોટદાર, આર્યા આધવ, છાયા કદમ, સંદેશ જાધવ, મિલિંદ શિંદે જોવા મળશે

બાંગ્લા

ઈસ્કાબોનએક્શન ડ્રામા ફિલ્મ રોમાન્સથી ભરપુર છે ફિલ્મનું નિર્દેશન મંદીપ સાહાએ કર્યું છે

આય ખુકૂ આય

આય ખુકૂ આય એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, આ ફિલ્મનું નિર્દેશન શૌવિક કુંદુએ કર્યું છે.

પોસ્ટી

પોસ્ટી રાણા રણબીર નિર્દેશિત એક ડ્રામા ફિલ્મ છે

g clip-path="url(#clip0_868_265)">