‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ, પારિવારિક મનોરંજનની સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ
‘જય કનૈયાલાલ કી’ ફિલ્મના ટ્રેલરમાં એક મધ્યમવર્ગીય પરિવારની હ્રદયસ્પર્શી ઝલક જોવા મળશે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.‘જય કનૈયાલાલ કી’ ફિલ્મ 9 જાન્યઆરીના રોજ રિલીઝ થશે.

SVF દ્વારા મોસ્ટ અવેઈટેડ ફિલ્મ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફેમસ દિગ્દર્શક ધર્મેશ એસ મહેતા દ્વારા નિર્દેશિત આ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા ફિલ્મ છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાસ્ય, લાગણી અને રોજિંદા પારિવારિક જીવનના સંધર્ષોની આ વાર્તા નમનરાજ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. ‘જય કનૈયાલાલ કી’ ફિલ્મ 9 જાન્યઆરીના રોજ રિલીઝ થશે.
મોસ્ટ અવેઈટેડ ફિલ્મ
‘જય કનૈયાલાલ કી’ ફિલ્મના ટ્રેલરમાં એક મધ્યમવર્ગીય પરિવારની હ્રદયસ્પર્શી ઝલક જોવા મળશે. જ્યાં શ્રદ્ધા, પરિવાર, ગેરસમજો અને હાસ્યનો સુમેળ છે. પારિવારિક સંબંધોની હુંફ અને જીવનના નાના-મોટા કિસ્સાઓને વણીલેતી આ ફિલ્મ અત્યંત વાસ્તવિક લાગે છે. હાસ્યની સાથે સાથે ભાવુક ક્ષણોનું સંતુલન જાળવીને આ ટ્રેલર પ્રક્ષકોને એક આત્મીય અનુભવ કરાવે છે.
View this post on Instagram
ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ
ટ્રેલરના દ્રશ્યોમાં કલરફુલ અને જીવંત દુનિયા જોવા મળે છે. સિદ્ધાર્થ રાંદેરીયા એક સામાન્ય માણસના પાત્રમાં જોવા મળશે. જે નમ્ર,મક્કમ અને અત્યંત પ્રિય લાગે તેવા છે. જીવનના પડકારોનો સામનો હળવાશ અને ચતુરાઈથી કરે છે. આ વાર્તા હળવી મજાક જ નહી પરંતુ ગાઢ લાગણીઓ પણ રજુ કરે છે. જે દરેક પેઢીના ચાહકોને સ્પર્શે છે. ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે.
ફિલ્મમાં હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર અનેરી વજાણી, શ્રેય મારડિયા સહિતના કલાકારોની મજબુત ટીમ જોવા મળશે. જેઓ સાથે મળીને સંસ્કૃતિ અને લાગણીઓથી ભરેલા એક પરિવારને જીવંત કરે છે.સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યું હતુ કે, આ સ્ટોરી સામાન્ય જીવનની સાદગી અને હિંમતની વાત કરે છે. ટ્રેલરમાં એજ લાગણીઓ દેખા છે જેને આપણે ધણીવખત અવગણીએ છીએ. જેવી કે, શ્રદ્ધા, રમજુ અને પરિવાર માટે અપાતું બલિદાન આ ફિલ્મ પુરા દિલથી બનાવવામાં આવી છે. મને ખાતરી છે કે, ચાહકો આ ફિલ્મમાં પોતાની જાતને જોશે.