Death threat to Honey Singh : સિંગર હની સિંહને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી જાનથી મારી નાખવાની ધમકી

હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી, સિદ્ધુ મૂઝવાલાના કિલર ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી ધમકી, રેપરે પોલીસની મદદ લીધી છે.

Death threat to Honey Singh : સિંગર હની સિંહને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી જાનથી મારી નાખવાની ધમકી
Honey Singh (file photo)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 7:39 PM

લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારે, આ અગાઉ સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો અને હવે ગાયક હની સિંહને પણ ધમકીયુક્ત વૉઇસ નોટ મોકલી છે. હની સિંહ આ અંગે દિલ્હી પોલીસની મદદ માંગી છે. જાણીતા સિંગર હની સિંહનો જીવ જોખમમાં છે. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે, હનીસિંહને ધમકીભરી વોઈસ નોટ મોકલી છે, વોઈસ નોટ મળ્યા બાદ સિંગર હનીસિંહે દિલ્હી પોલીસની મદદ માંગી છે. તેણે દિલ્હી પોલીસને કહ્યું કે, તે મૃત્યુથી ડરે છે.

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં ગોલ્ડી બ્રાર મુખ્ય આરોપી છે, તેણે થોડાક મહિના પહેલા હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સલમાન ખાનને પણ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. સલમાનને આપેલ ધમકી બાદ, મુંબઈ પોલીસ દ્વારા સલમાનખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મળતી માહિતી મુજબ, કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હની સિંહે આજે બુધવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સિંગરને વૉઇસ નોટ્સ દ્વારા ધમકીઓ મળી હોવાનું કહેવાય છે. 21 જૂનના રોજ સિંગર પોતે દિલ્લી કમિશનરને મળવા અને ફરિયાદ નોંધાવવા દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

હની સિંહે કહ્યું, ‘હું અમેરિકામાં હતો અને મારા મેનેજરને ધમકીનો ફોન આવ્યો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હું પોલીસ કમિશનરને મળ્યો છું અને મારી ફરિયાદ આપી છે. તેમણે કહ્યું કે તેઓ તપાસ કરશે. તેમણે કહ્યું કે કદાચ વિશેષ સેલ તેની તપાસ કરશે. મારી પાસે જે પણ માહિતી હતી તે મેં તેમને આપી છે. તેમણે બધું વિગતવાર નોંધ્યું છે. જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી વધુ ન કહેવાનું જણાવ્યું હતું.

હની સિંહ ઘણો ડરી ગયો છે

હની સિંહે કહ્યું, ‘મારી સાથે આ મારા જીવનમાં પહેલીવાર બન્યું છે. લોકોએ હંમેશા ભરપૂર પ્રેમ આપ્યો છે અને પહેલીવાર આવી ધમકી આવી છે. મને બહુ ડર લાગે છે. આખો પરિવાર ડરી ગયો છે. મૃત્યુથી કોણ ડરતું નથી? મને જીવનમાં માત્ર એક જ વસ્તુનો ડર છે અને તે છે માત્ર મૃત્યુ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">