Breaking news : મુંબઈમાં યો યો હની સિંહ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

મુંબઈ પોલીસે, ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Breaking news : મુંબઈમાં યો યો હની સિંહ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
Police complaint registered against Yo Yo Honey Singh
Follow Us:
| Updated on: Apr 20, 2023 | 1:43 PM

વિવેક રમન નામના વ્યક્તિએ યો યો હની સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. એક ઇવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે યો યો હની સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ અપહરણ, તેને બંધક બનાવીને રાખવા અને તેના પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે.

પોતાના અવાજથી બોલિવૂડમાં જાણીતા બનેલા સિંગર અને રેપર યો યો હની સિંહને આજે કોઈ વિષેશ ઓળખની જરૂર નથી. ભૂતકાળમા અનેક વિવાદમાં રહ્યા બાદ યો યો હની સિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. વિવેક રમણ નામના વ્યક્તિએ યો યો હની સિંહ સામે મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વિવેક રમણે જણાવ્યુ છે કે, યો યો હની સિંહે બંધક બનાવીને મારપીટ કરી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

યો યો હની સિંહ પર ગંભીર આક્ષેપ

એક ઈવેન્ટ કંપનીના માલિક વિવેક રવિ રમણે, મુંબઈના BKC પોલીસ સ્ટેશનમાં યો યો હની સિંહ વિરુદ્ધ અપહરણ, તેને બંધક બનાવીને મારપીટ કરવાની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક રમણે મુંબઈના બીકેસીમાં યો યો હની સિંહના ફેસ્ટિવના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 15મી એપ્રિલે કાર્યક્રમ હતો, પૈસાની લેવડદેવડના મુદ્દે કોઈ ગરબડ સર્જાઈ હતી. જેના કારણે વિવેકે યો યો હનીસિંહનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

વિવેક રમણના કાર્યક્રમ રદ કરવાના નિર્ણયથી ગુસ્સે ભરાયેલા હની સિંહ અને તેના સાથીઓએ વિવેકનું અપહરણ કર્યું હતુ, તેને મુંબઈના સહર સ્થિત હોટલમાં બંધક બનાવીને રાખ્યો. જ્યાં તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. વિવેકે પોતાની ફરિયાદમાં સિંગર અને રેપર યો યો હની સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ FIR દાખલ કરીને તેમની ધરપકડની માંગ કરી છે.

હની સિંહની પ્રતિક્રિયા આવવાની બાકી

બોલીવૂડના જાણીતા ગાયક અને રેપર યો યો હની સિંહ હાલમાં તેના નવા આલ્બમ 3.0 માટે ખૂબ જ ચર્ચામાં છે. રવિ રમણે હની સિંહ સામે લગાવેલા ગંભીર આક્ષેપ બાદ હવે બધા રેપર યો યો હનીસિંહની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. જો આ મામલામાં થોડુ ઘણુ સત્ય હશે તો લાંબા સમય બાદ કમબેક કરી રહેલો યો યો હની સિંહ, ફરી એકવાર વિવાદોમાં ફસાયેલો જોવા મળી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">