AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : માલામાલ વીકલીથી રીમા સેનને મળી હતી ઓળખ, આજે ફિલ્મોથી દૂર રહીને કરી રહી છે આ કામ

Reema sen Birthday : આજે બોલિવૂડ એક્ટ્રેસ રીમા સેન(Reema Sen) તેનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે તેની કરિયરમાં ઘણી બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમયે પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેનારી આ એક્ટ્રેસ આજે ફિલ્મોથી દૂર છે.

Birthday Special : માલામાલ વીકલીથી રીમા સેનને મળી હતી ઓળખ, આજે ફિલ્મોથી દૂર રહીને કરી રહી છે આ કામ
Reema sen birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:18 AM
Share

29 ઓક્ટોબરે કોલકાતામાં જન્મેલી રીમા (Reema sen)સેન સ્ક્રીન પર બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. 29 ઓક્ટોબર 1981ના રોજ જન્મેલી રીમા પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. રીમાએ ફિલ્મ ‘હમ હો ગયે આપકે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રીમા આ ફિલ્મમાં ફરદીન ખાન સાથે જોવા મળી હતી.

તેણીએ ‘માલામલ વીકલી’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં તેના શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી, જોકે તે પછી તે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. તેનું એક બોલ્ડ ફોટોશૂટ કમમાલા કોર્ટમાં પહોંચ્યું અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં દુર્ગાનો રોલ કરનાર રીમા સેન મનોજ બાજપેયીના (Manoj Bajpayee) પ્રેમમાં પડે છે. ફિલ્મમાં મનોજ બાજપેયી રીમાને બંગાળી કહે છે. આ ફિલ્મમાં તે મનોજ બાજપેયી સાથે ઇન્ટિમેટ થઇ હતી અને આ સીનેતમામ હદ વટાવી દીધી હતી. આ ઈન્ટીમેટ સીન આ ફિલ્મનો સૌથી હોટ સીન છે.

રીમા સેન જાણીતી અભિનેત્રી સુચિત્રા સેનની પૌત્રી અને અભિનેત્રી મુનમુન સેનની (Munmun Sen) પુત્રી છે. તેને શરૂઆતથી જ એક્ટિંગ અને મોડલિંગમાં રસ હતો. એક્ટ્રેસ ભલે આજે ફિલ્મી પડદાથી દૂર છે, પરંતુ તે પોતાના સમયમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી હતી.

મૉડલિંગથી કરિયરની શરૂઆત કરી રીમાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેણીએ ઘણા વર્ષો સુધી મોડેલિંગ કર્યું અને પછી ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. આ પછી તે ઘણી બંગાળી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી. અભિનેત્રીએ પહેલા તેલુગુ ફિલ્મ ચિત્રમ કરી હતી. તેની પ્રથમ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. તેણે ઘણી તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલ્ડ ફોટોશૂટના કારણે કરિયર છોડી અભિનેત્રી બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતી હતી. તેણે એક અખબાર માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે અભિનેત્રી વિરુદ્ધ વર્ષ 2006માં મદુરાઈ હાઈકોર્ટમાં અશ્લીલતા ફેલાવવા માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2012માં અભિનેત્રીએ બિઝનેસમેન શિન કરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક્ટ્રેસે એક્ટિંગને અલવિદા કહી દીધું. લગ્નના એક વર્ષ બાદ તેણે 2013માં પુત્રને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો :  Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ પરિવારમાં દિવાળી પૂર્વે દિવાળી જેવો માહોલ, સરકારની સમિતિ બનાવવાની જાહેરાતની ઉજવણી

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">