Happy Birthday : ‘સ્વૈગ સે સ્વાગત’થી લઈને ‘ધુનકી’ સુધી નેહા ભસીનના આ ગીતોએ મચાવી ધૂમ

નેહાએ ફિલ્મ 'લાઈફ કી તો લગ ગઈ' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે કે કે મેનન અને રણવીર શૌરી સાથે જોવા મળી હતી. નેહાએ ફરીથી વર્ષ 2008માં સા રે ગા મા શો હોસ્ટ કર્યો.

Happy Birthday : 'સ્વૈગ સે સ્વાગત'થી લઈને 'ધુનકી' સુધી નેહા ભસીનના આ ગીતોએ મચાવી ધૂમ
Happy Birthday Neha Bhasin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 8:57 AM

નેહા ભસીન (Neha Bhasin) એક ભારતીય ગીતકાર અને ગાયિકા છે. નેહાએ બોલિવૂડમાં ઘણા હિટ અને લોકપ્રિય ગીતો ગાયા છે. આ સિવાય તે સ્વતંત્ર ગીતો પણ ગાય છે. નેહાને તેના શ્રેષ્ઠ ગીતો માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવી છે. નેહા ઘણા આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનનો પણ ભાગ રહી છે. તેણે મલેશિયન હિપ હોપ સ્ટાર એમસી જેસ સાથે થાનીયે ગીત ગાયું, જેને યુટ્યુબ પર 300,000 થી વધુ વ્યૂઝ મળ્યા.

તમને જણાવી દઈએ કે નેહાને બાળપણથી જ ગીતો ગાવાનો શોખ છે. તેણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તમિલ અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પણ ગીતો ગાયા છે. નેહાએ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી છે.

બાય ધ વે, નેહા માત્ર એક શાનદાર સિંગર જ નથી પણ એક શાનદાર ડાન્સર પણ છે. તે જાણે છે કે પરફોર્મન્સ દરમિયાન ગાયકને થોડો ડાન્સ કરવો પડે છે, તેથી નેહાએ શિયામક દાવરની ડાન્સ એકેડમીમાં ડાન્સ શીખ્યો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આજે, નેહાના જન્મદિવસ પર, અમે તમને તેના હિટ અને લોકપ્રિય ગીતો જણાવીએ છીએ જેમાં ધૂનકીથી લઈને સ્વૈગ સે સ્વાગત છે.

નઇ જાના

આ નેહાનું સ્વતંત્ર ગીત હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આજે પણ આ ગીત ઘણા લગ્નના ફંક્શનમાં વાગે છે અને ઘણી દુલ્હન તેના પર પરફોર્મ કરે છે.

ધુનકી

કેટરીના કૈફ, ઈમરાન ખાન અને અલી ઝફરની ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હનનું આ ગીત હિટ રહ્યું હતું. આમાં કેટરીનાની બોલ્ડ સ્ટાઈલ અને નેહાના બોલ્ડ અવાજે મળીને અજાયબી કરી નાખી હતી.

સ્વૈગ સે સ્વાગત

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈનું આ ગીત પણ હિટ રહ્યું હતું. નેહાએ આ ગીત વિશાલ દદલાની સાથે ગાયું હતું.

હીરીયે

નેહાએ સલમાન ખાનની ફિલ્મ રેસ 3ના ગીત હીરીયેમાં પણ પોતાના અવાજથી જાદુ ફેલાવ્યો હતો. આ ગીત નેહાએ મીટ બ્રધર્સ અને ડીપ મની સાથે ગાયું હતું.

કુછ ખાસ હે

પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતની ફિલ્મ ફેશનનું આ રોમેન્ટિક ગીત આજે પણ દરેકના દિલમાં રાજ કરે છે.

નેહા એક્ટર પણ છે

નેહાએ ફિલ્મ ‘લાઈફ કી તો લગ ગઈ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે કે કે મેનન અને રણવીર શૌરી સાથે જોવા મળી હતી. નેહાએ ફરીથી વર્ષ 2008માં સા રે ગા મા શો હોસ્ટ કર્યો. નેહા થોડા દિવસો પહેલા બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી અને હાલમાં જ તે બિગ બોસ 15માં જોડાઈ છે.

આ પણ વાંચો – 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચો – Delhi Riots: ફેસબુક ઈન્ડિયાના અધિકારીઓ આજે દિલ્હી એસેમ્બલી પેનલ સમક્ષ થશે હાજર, કાર્યવાહીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">