AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. એટલે કે X કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે દર મહિને 5400 રૂપિયાથી વધુ HRA મળશે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત
MapmyIndia IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 8:18 AM
Share

નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક સારા સમાચાર આપી શકે છે. મોદી સરકાર હવે કેન્દ્રીય કર્મચારીઓના વધુ એક ભથ્થા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કરી શકે છે. સરકાર એચઆરએ વધારવા માટે ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વધારો આવતા વર્ષે જાન્યુઆરી 2022થી લાગુ થઈ શકે છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) વધારીને 31 ટકા કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓએ મોદી સરકારને પ્રસ્તાવ મોકલ્યો સરકાર HRA વધારવા માટે વિચાર કરી રહી છે. નાણા મંત્રાલયે આ સંબંધમાં 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) લાગુ કરવાની માંગ પર વિચારણા શરૂ કરી દીધી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. દરખાસ્ત મંજૂર થયા પછી કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. HRA મળતાની સાથે જ આ કર્મચારીઓના પગારમાં સારો વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.

શહેર મુજબ HRA મળે છે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણી X, Y અને Z વર્ગના શહેરો અનુસાર છે. એટલે કે X કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે દર મહિને 5400 રૂપિયાથી વધુ HRA મળશે. આ પછી Y વર્ગના વ્યક્તિને દર મહિને 3600 રૂપિયા અને પછી Z વર્ગના વ્યક્તિને દર મહિને 1800 રૂપિયાનો HRA મળશે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો X શ્રેણીમાં આવે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને 27% HRA મળશે. Y શ્રેણીના શહેરોમાં તે 18 ટકા અને Z શ્રેણીમાં 9 ટકા રહેશે.

અગાઉ કેટલું HRA મળતું હતું જ્યારે 7 મો પગાર પંચ અમલમાં આવ્યો ત્યારે HRA 30 ટકા, 20 ટકા અને 10 ટકાથી ઘટાડીને 24, 18 અને 9 ટકા કરવામાં આવી હતી. તે માટે ત્રણ X, Y અને Z કેટેગરી પણ બનાવી હતી. આ સમય દરમિયાન DA શૂન્ય થઈ ગયું હતું . તે સમયે જ DoPT ની સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે DA 25%નું સ્તર પાર કરે છે ત્યારે HRA આપમેળે વધશે.

આ પણ વાંચો : IRCTC માં સિંગાપુર સરકારે હિસ્સો ઘટાડયો, કંપનીના રિટેલ હોલ્ડિંગમાં 21% સુધી વધારો થયો

આ પણ વાંચો : Petrol Diesel Price Today: આજે ન બદલાયા પેટ્રોલ – ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">