કાર્તિક આર્યનની ‘ધમાકા’થી લઈ ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ સુધી, વીકેન્ડ પર આ ફિલ્મો અને સિરિઝ મચાવશે ધમાલ, જુઓ લિસ્ટ

આ લિસ્ટમાં પ્રથમ ફિલ્મ છે કાર્તિક આર્યન (Kartik Aaryan)ની ધમાકા. જે આવતીકાલે 19 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલિઝ થઈ રહી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મનું ઓફિશિયલ સ્ક્રીનિંગ થયું છે, ત્યારથી ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

કાર્તિક આર્યનની 'ધમાકા'થી લઈ 'મોસ્ટ એલિજિબલ બેચલર' સુધી, વીકેન્ડ પર આ ફિલ્મો અને સિરિઝ મચાવશે ધમાલ, જુઓ લિસ્ટ

વીકેન્ડ તે લોકો માટે ખુબ જ શાનદાર રહેવાનો છે, જે વીકેન્ડના બે દિવસનો આનંદ ઉઠાવે છે. આ વીકેન્ડ એમેઝોન પ્રાઈમ વીડિયો, નેટફ્લિક્સ, સોની લીવ જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ પર એકથી એક શાનદાર ફિલ્મો અને સીરીઝ રિલિઝ થઈ રહી છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આ વિકેન્ડ તમે કઈ ફિલ્મો અને સિરીઝનો આનંદ ઘરે બેઠા લઈ શકો છો.

એક નજર આ વીકેન્ડ પર રિલિઝ થનારી ફિલ્મો અને સિરિઝ પર

ધમાકા

આ લિસ્ટમાં પ્રથમ ફિલ્મ છે કાર્તિક આર્યન (Kartik Aaryan)ની ધમાકા. જે આવતીકાલે 19 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલિઝ થઈ રહી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મનું ઓફિશિયલ સ્ક્રીનિંગ થયું છે, ત્યારથી ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક હટકે અંદાજમાં નજર આવશે. આ ફિલ્મમાં કાર્તિક સિવાય મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ પણ મુખ્ય ભૂમિકામાં છે.

કેશ

અમોલ પરાશર અને સ્મૃતિ કાલરા દર્શકોનું કેશ દ્વારા મનોરંજન કરાવવા માટે એકદમ તૈયાર છે. આ ફિલ્મ આવતીકાલે 19 નવેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર પણ છે.

મોસ્ટ એલિજિબલ બેચલર

સિનેમાઘરો પર ધૂમ મચાવ્યા બાદ અખિલ અક્કિનેની અને પૂજા હેગડેની સુપરહિટ ફિલ્મ મોસ્ટ એલિજિબલ બેચલર નેટફ્લિક્સ પર રિલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આવતીકાલે 19 નવેમ્બરે રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મની કહાની એક એન્જિનિયર અને એક સ્ટેન્ડઅપ કોમેડિયન વચ્ચેની રિલેશનશિપ પર આધારિત છે.

ધ વ્હીલ ઓફ ટાઈમ

ધ વ્હીલ ઓફ ટાઈમ શો એમેઝોન પ્રાઈમ વીડિયોનું બહુપ્રતિક્ષિત ઐતિહાસિક ડ્રામા છે. આ શો રોબર્ડ જોર્ડનની પુસ્તક પર આધારિત છે. તેના 3 શરૂઆતના એપિસોડ 19 નવેમ્બરે રિલિઝ થઈ રહ્યા રહે છે.

યોર ઓનર સિઝન 2

પ્રથમ સિઝનની સફળતા બાદ યોર ઓનર સિઝનની બીજી સિઝન આવતીકાલે રિલિઝ થવા માટે તૈયાર છે. આ શો 19 નવેમ્બરે સોની લીવ પર રિલિઝ થઈ રહ્યો છે. આ શોમાં જિમ્મી શેરગિલ, ગુલશન ગ્રોવર, માહિ ગિલ, જીશાન કાદરી જેવા ઘણા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.

હેલબાઉન્ડ

સ્કિવડ ગેમ બાદ હવે નેટફ્લિક્સ હેલબાઉન્ડ તરીકે બીજો કોરિયન ડ્રામાની રિલિઝ માટે તૈયાર છે. આ ઓટીટી પ્લેટફોર્મની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ પણ 19 નવેમ્બરે રિલિઝ થઈ રહી છે.

ચુરૂલી

ચુરૂલી એક મલયાલમ સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જે સોની લીવ પર રિલિઝ થશે. આ સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મની કહાની ઘણા લોકોની આસપાસ ફરે છે. જે મયિલાડુપરમ્બિલ જોય નામના એક વ્યક્તિની શોધમાં છે. જે ભયાનક ટાઈમ લૂપ અને ગાંડપણની ભયાનક વાર્તામાં ફસાઈ જાય છે. આ ફિલ્મ 19 નવેમ્બરે સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો: અભિનેતા પ્રકાશરાજના કાર કલેક્શનમાં સામેલ થઈ નવી એક કાર, જાણો તેની કિંમત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati