અભિનેતા પ્રકાશરાજના કાર કલેક્શનમાં સામેલ થઈ નવી એક કાર, જાણો તેની કિંમત
અભિનેતાએ ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવ્યો છે. તેમને સિંઘમ, કેજીએફ ચેપ્ટર 2, દબંગ 2 સહિત ઘણી ફિલ્મમોમાં નેગેટિવ પાત્ર નિભાવ્યું છે. તેમને નેપોલિયન બ્લક કલરમાં મહિન્દ્રા થાર ખરીદી છે, જે પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે.
સાઉથના સુપરસ્ટાર પ્રકાશ રાજે (Prakash Raj) એસયૂવી કાર ખરીદી છે. અભિનેતાએ મહિન્દ્રા થાર (Mahindra Thar)નું લેટેસ્ટ મોડલ ખરીદ્યુ છે. જેનો લુક એકદમ જબરદસ્ત છે. પ્રકાશ રાજ તાજેતરમાં જ રજનીકાંતની ફિલ્મ ‘અન્નાત્થે’માં સપોર્ટિંગ રોલની ભૂમિકામાં હતા. અભિનેતાએ નવી કાર ખરીદવા પર કેક કાપી હતી. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
અભિનેતાએ ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવ્યો છે. તેમને સિંઘમ, કેજીએફ ચેપ્ટર 2, દબંગ 2 સહિત ઘણી ફિલ્મમોમાં નેગેટિવ પાત્ર નિભાવ્યું છે. તેમને નેપોલિયન બ્લક કલરમાં મહિન્દ્રા થાર ખરીદી છે, જે પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે.
ઘણા સેલેબ્સ ખરીદી ચૂક્યા છે મહિન્દ્રા થાર
છેલ્લા કેટલાક વર્ષોમાં નવી મહિન્દ્રા થાર (Mahindra Thar) ટીવી અભિનેતાઓ અને અન્ય સેલિબ્રિટીની વચ્ચે ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ કારની કિંમત 13 લાખ રૂપિયાની આસપાસ છે. આ ઓફ રોડ ડ્રાઈવ માટે અત્યાર સુધીની સૌથી સસ્તી અને સારા ફિચર વાળી ગાડી છે. પ્રકાશ રાજ અને તેમના પરિવારની પાસે હૈદરાબાદથી 30 કિલોમીટર દુર એક ફાર્મ હોમસ્ટે પણ છે, તેથી પ્રકાશમ હોમસ્ટેની યાત્રા માટે સારો ઓપ્શન છે.
પ્રકાશ રાજે એવા સમયમાં મહિન્દ્રા થાર ખરીદી છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનમાં ઉપબલ્ધ છે. પહેલા માત્ર ડીઝલ એન્જિનમાં જ થાર આવતી હતી. તે સિવાય ઓટોમેટિક ગિયરબોક્સ ખરીદનારાઓ માટે સારો ઓપ્શન છે. અભિનેતાએ ઓટોમેટિક ગિયર બોક્સની સાથે પેટ્રોલનો વિકલ્પ પસંદ કર્યો છે. મહિન્દ્રા થારના 5 ડોર વર્જનને માર્કેટમાં ઉતારવા પર કામ કરી રહ્યું છે. આ એસયૂવીને 2023 સુધી લોન્ચ કરવામાં આવી શકે છે.
પ્રકાશ રાજ મોંઘી કારના છે શોખીન
પ્રકાશ રાજ માત્ર સાઉથમાં જ નહીં પણ ઘણી હિન્દી સુપરહિટ ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા છે. અભિનેતાએ પોતાના દમદાર અભિનયથી એક અલગ ઓળખ બનાવી છે. તેમની પાસે ઘણી લગ્ઝરી કાર છે. તેમાં mercedes benz ML250CDI, જેની કિંમત 67 લાખ રૂપિયા છે. તે સિવાય BMW 520 D, mercedes benz gle 250 d અને land rover defender છે. પ્રકાશ રાજની નેટવર્થ 95 કરોડ રૂપિયા છે.