પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વાર શિલ્પા શેટ્ટી આવશે ફેન્સની સામે, જાણો શું છે મામલો ?

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં તેના પતિ રાજ કુન્દ્રાને જેલમાં જવાને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસના પતિ પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો આરોપ છે.

પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વાર શિલ્પા શેટ્ટી આવશે ફેન્સની સામે, જાણો શું છે મામલો ?
Shilpa Shetty-Raj Kundra

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી ચર્ચામાં છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રા આ કેસમાં હાલ જેલમાં છે. તો બીજી તરફ આ બાબતમાં રાજ કુંદ્રાની મુશ્કેલીઓ પણ ઘણી વધી જશે. હવે આ વિવાદ વચ્ચે શિલ્પા શેટ્ટી તેના ફેન્સને મળવા જઈ રહી છે.

પતિ જેલમાં ગયો ત્યારથી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ છે. આ સાથે, અભિનેત્રી રિયાલિટી શો સુપર ડાન્સરમાં પણ જોવા મળતી નથી. દરમિયાન, હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રી 15 ઓગસ્ટે તેના ફેન્સને મળવા જઈ રહી છે.

શિલ્પા શેટ્ટી લાઇવ આવશે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટી 15 ઓગસ્ટના રોજ વી ફોર ઈન્ડિયા દ્વારા ફેન્સ મળવા જઈ રહી છે. પતિ જેલમાં ગયા બાદ શિલ્પા શેટ્ટી ‘ગિવ ઇન્ડિયા’ અભિયાનમાં જોડાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે શિલ્પાની સાથે આ શોમાં ઘણા વધુ સ્ટાર્સ પણ જોવા મળશે.

સમાચાર અનુસાર, શિલ્પા સિવાય, અર્જુન કપૂર, વિદ્યા બાલન, દિયા મિર્ઝા, એડ શીરન, કરણ જોહર, પરિણીતી ચોપરા, સૈફ અલી ખાન, સારા અલી ખાન અને સ્ટીવન સ્પીલબર્ગ, સંગીતકાર એ. આર. રહેમાન, રોલિંગ સ્ટોન્સના મિક જેગર, ગાયક- ગીતકાર એડ શીરન જોવા મળશે.

તમને જણાવી દઈએ કે આ તમામ સ્ટાર્સ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ ‘ગિવ ઈન્ડિયા’ ના કોવિડ -19 રાહત મિશન માટે એક થશે. શિલ્પા સહિત આ સ્ટાર્સ 25 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરતા જોવા મળશે. આ સ્ટાર્સ જેટલી રકમ કમાશે, તે કોરોના વાયરસ મહામારીને કારણે લોકોને રાહત આપવા માટે ઉપયોગી થશે.

એક તરફ જ્યાં શિલ્પા એક ઉમદા હેતુ માટે ફેન્સની સામે આવવા જઈ રહી છે. તો ફેન્સની નજર પણ તેના પર છે કે શું તે ખરેખર લાઇવ આવશે કે પછી તે આ કાર્યક્રમમાંથી ગુમ થશે.આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીને રાજ કુન્દ્રા કેસમાં હજુ સુધી ક્લીન ચિટ મળી નથી. ક્રાઈમ બ્રાન્ચ શિલ્પાની સંડોવણીની પણ તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો : World Lion Day 2021: છેલ્લા 100 વર્ષમાં સિંહની વસ્તીની ઐતિહાસિક શ્રેણીમાં 80 ટકાથી વધુનો ઘટાડો, જાણો વિશ્વ સિંહ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ

આ પણ વાંચો : RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના સેમ્પલ લેવાશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati